ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજમા કુબેર ડિંડોરનુ મહત્વનું નિવેદન : અરવલ્લી સાબરકાંઠામાં BZ મા રોકાણ માટે પ્રોત્સાહન તેમજ લાલચ આપનાર શિક્ષકો સામે પણ થશે કડક કાર્યવાહી,દોષિત જણાય તેમને ઘરભેગા કરીશું

અહેવાલ

અરવલ્લી: હિતેન્દ્ર પટેલ

મેઘરજમા કુબેર ડિંડોરનુ મહત્વનું નિવેદન : અરવલ્લી સાબરકાંઠામાં BZ મા રોકાણ માટે પ્રોત્સાહન તેમજ લાલચ આપનાર શિક્ષકો સામે પણ થશે કડક કાર્યવાહી,દોષિત જણાય તેમને ઘરભેગા કરીશું

સૌથી વઘુ BZ મા જો કોઇ રોકાણકાર હોય તો તે શિક્ષકો છે અને અરવલ્લી તેમજ સાબરકાંઠામા પણ કેટલાક શિક્ષકોના નામ ચર્ચામાં આવ્યા છે અને તેમના વિડિયો પણ સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થયા છે જેમાં ખાસ કરીને અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાની અંદર જે શિક્ષકો એ પોતાના પીઠ પાછળ શિક્ષકો એ લોકોને રોકાણ કરાવ્યું છે અને શિક્ષકોએ પોતે એજન્ટ બની દુકાનકારોની લાલચો આપી તેમજ પ્રોત્સાહન આપી રોકાણ કરાવ્યું છે તેના સામે કડક કાર્યવાહી કરવા માટે કુબેર ડીંડોરે મહત્વનું નિવેદન આપ્યું હતુ

શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર અરવલ્લી મેઘરજના કંભરોડા ગામે લકુલીશ આશ્રમ ના પાટોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને BZ કૌભાંડ બાબતે મંત્રીએ નિવેદન આપતા જણાવ્યું હતુ કે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામા જે શિક્ષકો એ વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ નું કામ મૂકી ને લોકો સાથે છેતરપિંડી કરીને મૂર્ખ બનાવીને BZ રૂપિયા રોકવા માટે લાલચ આપ્યું હોય તેમજ પ્રોત્સાહન આપવાનું કામ કર્યું હોય અને જે મધ્યમ વર્ગના લોકો ને લાલચ આપી રોકાણ કરાવ્યું હોય એમાં શિક્ષક મિત્રો જોડાયેલા છે એવા ચાર પાંચ શિક્ષકો ને વેરીફાઈ કરાવ્યું છે અને બીજા કેટલાક હશે તેમનો હકીકત લક્ષી પૂરો રિપોર્ટ મેળવીને નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ઉપરાંત BZ ના ફ્રોડ અંગે શિક્ષણ વિભાગનો હકીકત લક્ષી રિપોર્ટ બાકી છે તેમજ શિક્ષણ વિભાગ અને પોલીસ ને રિપોર્ટ ની કામગીરી ચાલુ હાલ જે ચાર શિક્ષકોના નામ આવ્યા તેમને નોટિસ પાઠવી છે જે કોઈ શિક્ષકો ની સંડોવણી હશે તેમની સામે કાયદા ની પરિભાષા માં કાર્યવાહી કરાશે શિક્ષણ વિભાગ આવા શિક્ષકો ને છાવરવાનું કામ નથી કરતું વધુમાં દોષિત જણાય તેમને ઘરભેગા કરીશું તેવુ મંત્રી એ નિવેદન આપતા જણાવ્યું હતુ

Back to top button
error: Content is protected !!