BHUJGUJARATKUTCH

SVEEP અંતર્ગત કચ્છ જિલ્લાની શાળા તથા કોલેજોમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું.

લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ : કચ્છ જિલ્લા.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરો ચીફ :- બિમલભાઈ માંકડ.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી.

ભુજ,તા – ૧ એપ્રિલ : સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત કચ્છ જિલ્લામાં મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃતિ આવે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સમગ્ર જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં મહેંદી સ્પર્ધાના માધ્યમથી મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.જિલ્લાના ભુજ, નખત્રાણા, ભચાઉ, અંજાર ,ગાંધીધામ સહિતના તમામ તાલુકા મથકો અને મોટા ગામોની શાળાઓ અને કોલેજો દ્વારા વિધાર્થની બહેનોએ મતદાન અંગે જાગૃતિ આવે તે થીમ ઉપર આધારિત સુંદર મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં મહેંદીની ડીઝાઈન નિહાળી મતદાર મતદાન પ્રત્યે ઉત્સાહિત તેમજ જાગૃત બનશે તેવી ભાવના વિદ્યાર્થીનીઓ અને તેમના માર્ગદર્શન શિક્ષકશ્રીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.સમગ્ર જિલ્લામાં ૨૫ કરતા પણ વધુ સ્થળોએ આવી મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી.. જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરા અને ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચ્છ અને જિલ્લા SVEEP નોડલ અધિકારી શ્રી બી.એમ.વાઘેલા નેતૃત્વ હેઠળ સમગ્ર SVEEP પ્રવૃત્તિઓનું જિલ્લામાં સંકલન મદનીશ નોડલ શ્રી જી.જી.નાકર , શ્રી શિવુભા ભાટી અને તેમની તાલુકા કક્ષાની ટીમો સંભાળી રહી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!