વિજાપુર નવા રણસીપુર ગામે બે તબેલા માંથી ચાર ભેંસો ચોરાઈ લાડોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના નવા રણસીપુર ગામના બે આડોશ પાડોશના તબેલામાં બાંધેલી ભેંસો કોઈ અજાણ્યા ઈસમો રાત્રીના સમયે ચોરી લઈ ગયા હોવાની લાડોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો માંથી મળતી માહીતી મુજબ રમેશભાઈ ત્રિભોવન ભાઈ પટેલ પોતાના પરિવાર સાથે નિત્યક્રમ મુજબ અમૃતભાઈ મારવાડીના તબેલા તરીકે ઓળખાતા તબેલા માં પોતાની ભેસો રાખતા હતા. સાંજે ભેંસો ને ઘાસચારો તેમજ પાણી પીવડાવી દૂધ લઈને તેઓ ઘેરે પરત ફર્યા હતા. તે મોડી રાત્રીએ કોઈ અજાણી ઢોર ચોરી કરતી ગેંગ પોતાની તબેલામાં બાંધેલી ભેંસો તેમજ પાડોશી પટેલ દિનેશભાઈ ધુળાભાઈ ના તબેલા ની પણ ભેંસો ચોરાઈ ગયા ની જાણ થતાં તેઓને પણ મોબાઈલ કરી બોલાવ્યા હતા.દિનેશભાઈ ના તેમજ રમેશભાઈ ના બંને ના તબેલામાં બાંધેલી ચાર ભેંસો કે જેની કિંમત 3,20,000/- ની ચોરી કોઈ અજાણ્યા ઈસમો લઇ ગયા હોવાની લાડોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે. પોલીસે ગુનો નોધી તેની તપાસ હાથ ધરી છે.