
વિજાપુર ભાણપુર ગામે ગ્રામસભા યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ભાણપુર ગ્રામ પંચાયત ખાતે સામાજીક ઓડિટ ગ્રામસભા યોજવામાં આવેલ. જેમાં તલાટી પ્રણવભાઈ પટેલ તેમજ વહીવટદાર અમિતાબેન પટેલ દ્વારા જિલ્લા સામાજીક ઓડિટર તેમજ તાલુકા પંચાયતમાંથી આવેલ વિવિધ યોજનાના પ્રતિનિધિઓ, અભિવાદન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ જિલ્લા સમાજીક ઓડિટર તૃપલભાઈ કે પટેલ દ્વારા યોજનાની અસરકારકતા બાબતે વિવિઘ યોજનાના લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળે છે કે નહિ તેની પૂછપરછ તેમજ ચકાસણી કરવામાં આવી હતી આ સાથે Trp, Vrp દ્વારા યોજનાઓ ના લાભાર્થીઓની સ્થળ ચકાસણી ની વિગતો રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા પંચાયતમાંથી આવેલ મનરેગા, પીએમએવાયજી, મિશન મંગલમ (NRLM) વિભાગ માંથી આવેલ પ્રતિનિધિઓ દ્વારા યોજનાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી તથા યોજનાનો મહત્તમ લાભ લેવા જણાવવામાં આવ્યું હતું. તેમજ ભાણપુર પંચાયત ના તલાટી દ્વારા 15માં નાણાંપંચ અંતર્ગત થયેલ કામોની વિગત રજૂ કરવામાં આવી તથા તેમાં થયેલ ખર્ચ બાબતે જાણવામાં આવી હતી.આ ગ્રામસભાનો મુખ્ય હેતુ વિવિધ યોજનાઓ નો લાભ લાભાર્થીઓ સુધી સચોટ રીતે પહોંચે છે કે નહી તેની ખાતરી કરવાનો હતો. તથા તમામ યોજનાઓનું સફળતાપૂર્વક સામાજીક ઓડિટ કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં કુલ 32 લોકોએ હાજરી આપી ગ્રામસભાને સફળ બનાવી હતી.




