NAVSARI

Navsari: વાંસદાના મનપુર ખાતે આંગણવાડીના બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યા.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ના સહયોગ થી પતંગ વિતરણ કરવામાં આવ્યા.

હાલ સમગ્ર દેશ ભરમાં ઉતરાયણ નો તહેવાર રંગેચગે ઉજવવામાં આવે છે.ત્યારે વાંસદા તાલુકાના મનપુર ગામના બાળકો પણ આ ઉતરાયણ નો તહેવાર રંગેચગે ઊજવણી કરે એના માટે ગામના બાળકો ને પતંગ વિતરણ કરવામાં આવ્યા હતાં.જ્યારે ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યા હતાં. આ પતંગ વિતરણ કાર્યક્રમ છેલ્લા  બાર વર્ષથી સંજય બીરારીના સહયોગ થી પ્રાથમિક શાળામાં કરવામાં આવે છે.આ કાર્યક્રમમાં વાંસદા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સંજય બિરારી. રાજુભાઈ.બી.ગાવિત,ચેતનભાઇ ધંધુકિયા(ઇટવાળા),હેમંતભાઈ ભોયા,નાનુભાઈ ગાવિત, રાજેશભાઈ ધીરુભાઈ,દિનેશભાઈ ભોયા, ભુપેન્દ્ર ભગરીયા,શાશ્વતભાઈ કોદર તથા શાળાના શિક્ષક સ્ટાફ  મોટી સંખ્યામાં બાળકો આંગણ વાડીની વર્કર બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.જ્યારે બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યા હતાં.જેને લઈને બાળકો ના મુખ પર અપાર ખુશી જોવા મળી હતી.

Back to top button
error: Content is protected !!