KADIMEHSANA

કડી નગરપાલિકા ખાતે યોજાયેલા સેવા સેતુમાં 1005 સેવાઓનો હકારાત્મક નિકાલ કરાયો

10 મો તબક્કો કડી ખાતે યોજાયો

વાત્સલ્યમ ન્યૂઝ, બળવતસિંહ ઠાકોર,કડી

મહેસાણા, ચોથી ઓક્ટોબર 2024, શુક્રવાર આજરોજ કડી નગરપાલિકાનો દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અરજદારો ની જુદી જુદી 1005
જેટલી સેવાનું નું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું કડી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સંદીપભાઈ પટેલે જણાવ્યું હતું.

આ સેવા સેતુ કાર્યક્રમમાં ડીવમીંગ, ૭/૧૨,૮-અ ના પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં ઈ-કેવાયસી, રેશનકાર્ડમાં નામ દાખલ કરવા, રદ કરવા, આધારકાર્ડમાં સુધારા વધારા, મિલકત આકારણીના ઉતારા, આવકના દાખલા, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, જન્મ મરણ પ્રમાણપત્ર સહીત જુદી જુદી કુલ 1005 અરજીઓ મળી હતી. પ્રાપ્ત થયેલ તમામ અરજીઓનો ૧૦૦% હકારાત્મક ઉકેલ લવાયો હતો. તદુપરાંત અત્રે આયોજિત મેડીકલ કેમ્પનો પણ લોકોએ લાભ લીધો હતો.

કડી નગરપાલિકા દ્વારા યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં કડી નગરપાલિકા ના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ચેરમેનશ્રી બાંધકામ સમિતિ, ચેરમેનશ્રી સેનેટરી સમિતી, પ્રમુખશ્રી કડી શહેર ના અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં કુલ-૧૦૦૫ લાભાર્થીઓ ને અલગ- અલગ યોજના થકી લાભો આપવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!