
વિજાપુર ગવાડા આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરનો ૪૨ મો પાટોત્સવ દિવ્યતાથી સંપન્ન: ગ્રામોત્થાન માટે રૂા. ૧.૫૫ કરોડના કાર્યો કરાયા
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગવાડા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન નિર્મિત શ્રી સ્વામિનારાયણ મંદિરનો ૪૨ મો પાટોત્સવ “શ્રી ગ્રંથરત્ન શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો સાથે ભવ્યતાપૂર્વક ઉજવાયો હતો આ પાવન પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશિર્વાદ સહિત મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ પાટોત્સવ વિધિ સંપન્ન કરી હતી.શ્રી ગ્રંથરત્ન શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ગવાડા ગામના સર્વાંગી વિકાસ માટે રૂા. ૧ કરોડ ૫૫ લાખના વિવિધ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યો દાતા દુર્ગાબેન બળદેવભાઈ ગોબરદાસ પટેલ પરિવારના સહયોગથી પૂર્ણ થયો હતો.આ વિકાસ કાર્યોમાં પ્રાથમિક, હાઈસ્કૂલ, અને કન્યા શાળાના વિદ્યાર્થીઓ માટે ૮૦૦ નંગ દફ્તર અને ૮૦૦ નંગ સ્કૂલ ગણવેશનું વિતરણ કરાયું હતું. આંગણવાડીના બાળકો માટે સેલો બ્રાન્ડની પાણીની બોટલો, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, રમતગમતના બાળકો માટે પ્રોત્સાહન અને જરૂરિયાતમંદો માટે મોતિયાના ઓપરેશન માટે રાહત સહાય પણ પૂરી પાડવામાં આવી હતી.ગામની માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા માટે પાણીની ટાંકી, આંગણવાડીનું રિનોવેશન, પ્રાથમિક શાળાના બે નવા રૂમો, અંડર ગ્રાઉન્ડ ટાંકી, મેઈન ગેટ, પેવર બ્લોક, આર. ઓ. પાણીની ટાંકી, સ્ટ્રીટ લાઈટ અને ટ્યૂબ વેલ જેવા ગ્રામ્ય વિકાસના કાર્યો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, બાળકોને સ્વેટર, લંચ બોક્સ તથા બહેન-દીકરીઓ માટે સન્માનરૂપે પ્રેસર કૂકર અને પંખી ઘરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.આ પાટોત્સવ અને સેવાકાર્યોના કાર્યક્રમમાં મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સં.શિ. શ્રી પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામી, સં.શિ. શ્રી વિશ્વેશ્વરદાસજી સ્વામી, સં.શિ. શ્રી વિશ્વમંગલદાસજી સ્વામી, સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, તેમજ રમણભાઈ એસ. પટેલ, હરેશભાઈ પટેલ, રજનીભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.




