મહેસાણા…
વિદાય સમારંભ માં ધોરણ 10 ના વિધાર્થીઓને શિક્ષકો દ્રારા તિલક અને મોં મીઠું કરવામાં આવ્યું ત્યાર બાદ ધોરણ 10ના વિધાર્થીઓએ એમની વસમી વિદાય ને સ્ટેજ પર આવીને રજૂ કરી, ” પાન ખર આવી ન આવી પણ આપણી વિદાય આવી ગઈ ધોરણ 10 ના વિદ્યાર્થીની વેદના કહે છે,કે વિદાયમાં સુખ અને દુઃખ સમાયેલ છે કેમ સુખ એટલે કે આપણે આપણા ભવિષ્ય માટે આગળ વધી રહ્યા છીએ,અને દુઃખ એટલે કહેવાય છે આપણે આપણી શાળાને,આપના મિત્રોને અને શિક્ષકોને છોડી રહ્યા છીએ આ વિધાર્થીની વેદના કહે છે ”
વડનગર ખાતે સરસ્વતી વિદ્યા મંદિર આવેલ છે, ધોરણ kg-1,2, બાલવાટીકા થી 10 ધોરણ સુધી ચાલતી સ્કૂલ છે,અહીં સ્કૂલમાં બાળકોને ભણવાની સાથે સાથે રમતગમત માં પણ પોત્સાહીત કરવામાં આવે છે, વર્ષમાં સ્કૂલમાં બાળકોએ કરેલી એક્ટિવિટીમાં નંબર લાવેલ વિધાર્થીઓને ઇનામ આપવામાં આવેલ, બાળકોને જ્ઞાન પૂરું પાડવા માટે મોટિવેશન નું જ્ઞાન પીરસવા માટે અશોક ગુજ્જર ને આમંત્રિત કરવામાં આવ્યા હતા તેમને બાળકોને ખૂબ સરસ જ્ઞાન પીરસ્યું હતું તેમને ચાર F ના ઉપવાસ વિશે સરસ વાત કરી, 1.પહેલો F ફગ્સનનો F એટલે કે કોઈ પ્રકારનો પસંગ સગાઈ,લગ્ન,સામાજિક કે અંગત પ્રસંગ આવે તો તે જવાનું ટાળો પ્રરીક્ષા પૂરતો ઉપવાસ કરવો, 2.બીજો F ફ્રેન્ડ નો F એટલે હાલ પૂરતા જે અભ્યાસ લક્ષી ફ્રેન્ડ હોય તો ઠીક નહીતો ટાઈમપાસ વાળા ફ્રેન્ડનો હાલ પૂરતો ઉપવાસ કરવાનો, 3. ત્રીજો F ફ્રાસ્ફૂડ નો F એટલે કે પરીક્ષા પૂરતું બજારમાં બનતી દાબેલી,પકોડી,બર્ગર, જેવી ખાણી પીણી નો ઉપવાસ કરવાનો છે, 4. ચોથો F એટલે ફેસબુક,સ્યોશ્યલ મીડિયાનો ઉપવાસ કરવાનો એ રીતે આ પાંચ ટેકનીક દીવાલ,પ્લાસ્ટર,પાણી,લખી ગયા તે ફાવી ગયા,કયુ કયુ,સહેલા તે પહેલાં,ફોર F નો ઉપવાસ આ પાંચ ટેકનીક આ બધું જીવનમાં આગળ આવવા માટેના સોપાન છે આ રીતે સરવસ્તી વિદ્યા મંદિરમાં અશોક ગૂજજરે તેમનામાં રહેલ જ્ઞાન, મોટિવેશન આપી વિધાર્થીઓ,વાલીધણ,શિક્ષકોને ઉત્સાહિત કર્યા હતા. છેલ્લે સ્કૂલ તરફથી ભોજનની વ્યવસ્થા પણ કરેલ હતી.
રિપોર્ટ-બળવંતજી ઠાકોર,વડનગર