પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડા ખાતે આજે વિશ્વ હડકવા દિવસ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓની શિબિર કરવામાં આવી હતી. જેમાં મેડિકલ ઓફિસર ર્ડા. ભાર્ગવ પ્રજાપતિ ની હાજરી માં હડકવા માટે શું તકેદારી રાખવી અને શું ધ્યાન રાખવું એના માટે કઈ રસી લેવી એની વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
સૌથી વધુ વાયરલ ચેપ હડકવાના કારણો અને નિવારણ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હડકવા દિવસ ઉજવવામાં આવે છે.આ શિબિર માં આરોગ્ય કર્મચારી કૌશિક પ્રજાપતિ, નિધિબેન, દર્શનાબેન, વૈશાલીબેન, દર્શનાબેન નાયક, યોગેશભાઈ, ગૌતમભાઈ અને પ્રજ્ઞેશ પટેલ તેમજ સુપરવાઇઝર કેશરિસિંહ જાલા,કપિલા બેન,આશાબેનો હાજર રહ્યા હતા.