પીસી એન્ડ પીએડીટી એક્ટ, મધર એન્ડ ચાઇલ્ડ ડેથ રીવ્યુ ગર્વનીંગ બોડી સહિત વિવિધ સેવાઓ સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર ,મહેસાન
મહેસાણા ખાતે જિલ્લા કલેક્ટર એમ.નાગરાજનના અધ્યક્ષસ્થાને જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ
મહેસાણા જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક જિલ્લા કલેકટર એમ. નાગરાજન તેમજ જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસ્મીન અને જિલ્લા એડવાઈઝરી કમિટીના ચેરમેન આયેશાબેન પટેલની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી મહેસાણા ખાતે યોજાઇ હતી.
જે અંતર્ગત પીસી એન્ડ પીએડીટી એક્ટ, મધર એન્ડ ચાઇલ્ડ ડેથ રીવ્યુ ગર્વનીંગ બોડી સહિત વિવિધ સેવાઓ સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી. જેમાં આરોગ્યલક્ષી સેવાઓને વધુ સઘન બનાવી છેવાડાના માનવી સુધી પહોચે તે પ્રકારનું નક્કર આયોજન કરવા માટે પણ સૂચનો કરવામા આવ્યા હતા
આ બેઠકમાં મહેસાણામાં કલીનીક ઈન્સ્પેકશનનો રિવ્યુ કરવામાં આવ્યો હતો. આ સાથે તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ તેમજ અન્ય અધિકારીઓને ઈન્સ્પેકશન કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે સલાહ સુચનો આપવામાં આવ્યાં હતાં.
આ બેઠકમાં એડવાઈઝરી કમિટીના સભ્યો તેમજ વિવિધ તાલુકાનાં આરોગ્ય અધિકારીઓ તેમજ આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.