MEHSANAVISNAGAR

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર દ્વારા કડા ચોકડી સેવા કેમ્પ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેવા કેમ્પમાં પાણી, ભોજન, નાસ્તો, ટ્રાફિક, આરામ સહિત ની વ્યવસ્થા અંગેની જવાબદારી સોંપવામાં આવી.

  1. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર દ્વારા કડા ચોકડી સેવા કેમ્પ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંબાજી પગપાળા સેવા કેમ્પ અંતગર્ત
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર શહેર પ્રમુખ લાલાજી ઠાકોર દ્વારા શહેર અને તાલુકાના તમામ કાર્યકર્તાઓને આમંત્રણ આપી સેવા કેમ્પમાં મા અંબાના ભાવિક ભકતોની સેવા કરવા માટે જણાવ્યું હતું, લાલાજી ઠાકોરે તમામ કાર્યકર્તાઓને સેવા કેમ્પમાં પાણી, ભોજન, નાસ્તો, ટ્રાફિક, આરામ સહિત ની વ્યવસ્થા અંગેની જવાબદારી સોંપવામાં આવી.

આ મિટિંગમાં વિસનગર શહેર અને તાલુકાના સેનાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આગામી 12 થી 18 સપ્ટેમ્બર સુધી મહા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જગત જનની મા જગદંબા ના ધામ અંબાજી ખાતે ,
આ મહામેળામાં અંબાજી ખાતે લાખોની સંખ્યામાં માં અંબા ના દર્શન કરવા પગપાળા યાત્રા સંઘ લઈ ચાલીને ગુજરાતના ખૂણેથી ખૂણેથી ભાવિક ભકતો જાય છે, ત્યારે પગપાળા જતા મા અંબાના ભાવિક ભક્તોને તકલીફ ન પડે તે માટે વિવિધ જગ્યાએ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિસનગર ખાતે પણ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે પણ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર દ્વારા ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે.અને સાથે સાથે મનોરંજન પણ પૂરું પાડવામાં આવે છે લોકચાહક કલાકારો લાઈવ પોગ્રામ સાથે સુર સંગીતના તાલે પગપાળા યાત્રિકોને ગરબે રમવા મશગુલ કરે છે અને યાત્રિકો ગરબે રમી ખુશ થતા જોવા મળે છે.

Back to top button
error: Content is protected !!