MEHSANAVADNAGAR

વડનગર તાલુકાના ત્રાંસવાડ ખાતે પ્રાકૃતિક ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઈ

ખેડૂતો અને બહેનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર, વડનગર

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ‘આત્મા’ દ્વારા સમગ્ર રાજ્યની સાથે મહેસાણા જિલ્લામાં પણ વડનગર તાલુકાના ત્રાંસવાડ ગામ ખાતે પ્રાકૃતિક ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઈ હતી. ફાર્મર માસ્ટર ટ્રેનર સુરેખાબેન પટેલ જણાવે છે એમ આ પ્રાકૃતિક ક્લસ્ટર બેઝ તાલીમ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક પશુપાલકો ,ખેડૂતો અને બહેનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિના ફાયદા તેમજ તેનું મહત્વ સમજાવવામાં ગ્રામસેવક પરમાર , ત્રાંસવાદના ગ્રામસેવક ભરતસિંહ રાજપુત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તાલીમમાં ઉપસ્થિત પશુપાલકો અને ખેડૂતોએ દેશી ગાય આધારિત ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી ના પાંચ આયામો અંગે પ્રશ્નોત્તરી કરી હતી.

Back to top button
error: Content is protected !!