અહેવાલ-બળવતસિંહ ઠાકોર
વડબાર ગામના પરા વિસ્તારના ખેતરોમાં પાણી એક મહિનાથી ગરકાવ કરી ગયું છે
વડનગર તાલુકાના વડબાર ગામના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે,બિચારા સ્થાનિક લોકો જે રોજ બરોજ મજૂરી કરીને તેમના કુટુંબનું ભરણ પોષણ કરતા પણ એક મહિનાથી ખેતરોમાં પાણી ભરાઈ જતા જે તે પાક ને ખૂબ મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે.
100 થી 150 વીઘા ખેડૂતોના ખેતરો માં પાણી જ પાણી જોવા મળે છે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે આનું કારણ એ છે કે ગામનું તળાવ હતું ત્યાં તળાવની આજુ બાજુ પાળા બાંધવા થી આજુ બાજુનું પાણી ખેતરોમાં ભરાઈ ગયા
તળાવનું રીનોવેશન કરવાના લીધે આવી સમસ્યા સર્જાઈ
તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ,સ્થાનિક પશુપાલન નો વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો હેરાન ,પશુઓ માટે લીલો ઘાસચારો પણ પાણીમાં ડૂબી ગયો અને કોવાટ લાગી ગયો હોવાનું જણાવી રહ્યા છે, ખેડૂતો દ્રારા માંગ ઉઠી કે સરકાર અથવા તો નગરપાલિકા આ નુકશાન નું વળતર આપે, ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાથી ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે,
રહેઠાણ વિસ્તાર હોવાથી પાણી ભરાવા ના લીધે ડેન્ગ્યુ, મેલેરિયા,જેવા ઉપદ્રવો પેદા થતા રોગચાળો ફાટી નિકળ્યો હોવાથી પબ્લિક પરેશાન જોવા મળે છે અને નાના બાળકો અને વૃદ્ધ લોકોને દવાખાને પણ વારંવાર લઈ જવાનો વાળો આવ્યો છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે એવું પણ કહે છે કે જો કોઈ પાણી ના લીધે કોઈ જાનહાની થશે તો જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે.
વડનગર નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.