MEHSANAVIJAPUR

હનુમંત (રાજગઢ) ગામની સીમમાં SOGની કાર્યવાહી દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક ઇસમ ઝડપાયો

હનુમંત (રાજગઢ) ગામની સીમમાં SOGની કાર્યવાહી
દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક ઇસમ ઝડપાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનુમંત (રાજગઢ) ગામની સીમમાંથી એસ.ઓ.જી. શાખા મહેસાણાએ અસરકારક કાર્યવાહી કરી દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા બાબતે ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (આઈપીએસ) તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (આઈપીએસ) દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર એન.આર. વાઘેલા તથા તેમની ટીમના પીએસઆઈ બી.ડી. વાઘેલા, પીએસઆઈ એ.એમ. રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ તા. ૨૧/૧૨/૨૦૨૫ના રોજ એ.ટી.એસ. ચાર્ટર મુજબ મહેસાણા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એએસઆઈ ડાહ્યાભાઈ ગણેશભાઈ તથા યુએચસી હેમેન્દ્રસિંહ કીર્તિસિંહને મળેલ બાતમીના આધારે પંચો સાથે રેઈડ હાથ ધરવામાં આવી હતી.
હેડુવા (રાજગઢ) ગામની સીમમાં કરશનપુરા તરફ જતા રોડ નજીક આવેલા ખરાબામાંથી આરોપી હસન S/O ઈલીયાસભાઈ લતીફભાઈ સિંધી (ડફેર), ઉંમર ૨૪ વર્ષ, રહેવાસી લશ્કરીકુવા, રાધનપુર ચોકડી, મહેસાણા પાસેથી પાસ-પરમીટ વિના રાખેલી દેશી હાથ બનાવટની એક નાળીવાળી બંદૂક (અગ્નિશસ્ત્ર) કી.રૂ. ૫,૦૦૦/-ની મળી આવી હતી. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!