MEHSANAVIJAPUR

વિજાપુર શહેરનો અજીબો કરીબ કિસ્સો સામે આવ્યો જેના નામથી સ્મશાન મા અગ્નિ સંસ્કાર બાદ ગુમ થયેલ વ્યક્તિ પરત આવ્યો પરીવાર ની વિમાસણ

વિજાપુર શહેરનો અજીબો કરીબ કિસ્સો સામે આવ્યો જેના નામથી સ્મશાન મા અગ્નિ સંસ્કાર બાદ ગુમ થયેલ વ્યક્તિ પરત આવ્યો પરીવાર ની વિમાસણ
અગ્નિ સંસ્કાર કોનો કર્યો તે યક્ષ પ્રશ્ન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં એક અજીબો કરીબ કિસ્સો સામે આવ્યો છે. વિજાપુર પ્રભુનગર સોસાયટીમા યુવક ધંધા ની પરેશાની અને માનસિક તાણ ના કારણે તા ૨૭/૧૦/૨૦૨૪ ના રોજ પરીવારને જાણ કર્યા વગર કીધા વગર ઘર છોડી ને જતા રહ્યા હતા. જેને લઇ પરીવાર પણ ચિંતા મા મુકાયો હતો. પરીવાર દ્વારા અમદાવાદ નરોડા પોલીસ મથકે જાણવા જોગ ફરીયાદ આપી હતી. તે દરમ્યાન પરીવાર ની શોધખોળ ચાલુ હતી. તેવા અમદાવાદ સાબરમતી પોલીસે એક વણ ઓળખાયેલ લાશ જે અટલ બ્રીજ પાસેથી પાણી મા પડી રહેલી કોવાયેલ હાલત માં મળી આવેલ લાશ ની ઓળખ વિધિ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મળેલી લાશની ઓળખ પરેડ મા ગુમ થયેલ બ્રિજેશ ભાઈ ઊર્ફે પીન્ટુ ભાઈ સુથાર જેવા શરીર ના બાંધા જેવા લાગતા પરીવાર તેમની લાશ હોવાનું ભાસ થતા લાશની સ્મશાન ખાતે પરીવાર જનો એ હિન્દુ વિધિ પ્રમાણે અગ્નિ સંસ્કાર કર્યા હતા જેમનું બેસણું તા.૧૪/૧૧/૨૦૨૪ ના રોજ પોતાના ઘેર રાખવા મા આવ્યું હતુ. જેમાં સગા સબંધી ઓ પણ આવ્યા હતા. પરંતુ તેના બીજા દિવસે ૧૫/૧૧/૨૦૨૪ ના રોજ ગુમ થયેલ બ્રિજેશ ભાઈ સુથાર ઘેરે પરત આવતા પરીવાર જનો મા કરેલા વ્યક્તિ ના અગ્નિ સંસ્કાર ને લઇને ભારે વિમાસણ મા મુકાયો હતો. જ્યારે પરત ઘરે આવેલ બ્રિજેશ ભાઈ સુથાર પણ ટેન્શન મા મૂકાયા હતા. આ બાબત ની જાણ પોલીસ ને કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જોકે જેનો અગ્નિ સંસ્કાર કરાયો તે વણ ઓળખાયેલ લાશ કોની હશે તે એક રહસ્ય મય પ્રશ્ન ઊભો થવા પામ્યો છે.

Back to top button
error: Content is protected !!