મહેસાણા જિલ્લા કક્ષાનો યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમ યોજાયો
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પાંચોટ-મહેસાણા ખાતે
વાત્સલ્યમ્ સમાચાર, બલવંતસિંહ ઠાકોર,મહેસાણા
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત વર્ષ:- ૨૦૨૫-૨૬માં એડમીશન માટે મહેસાણા જિલ્લાકક્ષાનો બેટરી ટેસ્ટ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર, સરદાર ૫ટેલ રમત સંકુલ, પાંચોટ-મહેસાણા ખાતે તા.૧૧/૦૩/૨૦૨૫ અને તા.૧૨/૦૩/૨૦૨૫ દરમ્યાન જિલ્લાકક્ષા શારીરિક ક્ષમતા કસોટી(બેટરી ટેસ્ટ)નું આયોજન કરવામાં આવેલ હતુ. આ બેટરી ટેસ્ટ પૈકી ખેલાડીની ઉંચાઇ ટેસ્ટ, વજન ટેસ્ટ,૩૦ મીટર ફલાઇંગ સ્ટાર્ટ, સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ, ૮૦૦ મીટર દોડ, મેડીસીન બોલ થ્રો(૧કિ.ગ્રા)ટેસ્ટ,શટલ રન દોડ ટેસ્ટ, ફોવર્ડ બેન્ડ એન્ડ રીચ ટેસ્ટ, સ્ટેન્ડીંગ વર્ટીકલ જમ્પ ટેસ્ટ આમ, કુલ -૦૯ જેટલા ટેસ્ટ લેવામાં આવેલ. જેમાં ખેલાડીની શારીરિક ક્ષમતા, સહન શકિત તેમજ ફેક્સીબીલીટી વગેરે શારીરિક ક્ષમતા અંગેનું બેટરી ટેસ્ટ દ્વારા ૫રીક્ષણ કરવામાં આવેલ. આ જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટમાં ભાગ લેવા માટેની કવોલીફીકેશન મહત્તમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભ ૩.૦ હેઠળ અંડર ૯ અને અંડર ૧૧ મહેસાણા જિલ્લાના ૧૦-તાલુકાઓમાં વિવિધ તાલુકા કક્ષાની ૩૦ મીટર દોડ, ૫૦ મીટર દોડ અને સ્ટેન્ડીંગ બ્રોન્ડ જમ્પ સ્પર્ધામાં ફકત ૧ થી ૮ થયેલ વિજેતા ખેલાડી ભાઈઓ-બહેનોને જ ભાગ લેવાનો હોય છે જેમાં તા.૧૧-માર્ચ-૨૦૨૫ ના રોજ કુલ-૧૭૪ બહેનોએ ટેસ્ટ આપેલ અને તા.૧૨-માર્ચ-૨૦૨૫ ના રોન કુલ-૧૯૫ ભાઇઓ શારીરિક ક્ષમતા બેટરી ટેસ્ટ આપેલ હતો. આ બેટરી ટેસ્ટના ટેકનીકલ આયોજન માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા નોડલ અધિકારીશ્રી, નિમેષકુમાર ૫ટેલ (હેન્ડબોલ ડીસ્ટ્રીકટ કોચ) અને સહનોડલ સંદી૫ભાઇ ચૌહાણ (ક્રિકેટ ડીસ્ટ્રીકટ કોચ) ની સેવાઓ લેવામાં આવેલ તથા ઇનસ્કુલ સ્પોર્ટસ યોજના ટ્રેનર્સ તથા જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કૂલ ટ્રેનર્સ તથા કોચની ટેકનિકલ સેવાઓ લેવામાં આવેલ. આ જિલ્લાકક્ષા શારીરિક ક્ષમતા બેટરી ટેસ્ટનું આયોજન-સંચાલન તેમજ મેદાન નિરીક્ષણ વિરલકુમાર ચૌઘરી, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પાંચોટ-મહેસાણાએ જણાવ્યું છે.