વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ના 100 જેટલા ખેડૂતોનો ખેતર માંથી પસાર થતી વીજ લાઇનો સામે વિરોધ કાયદાકીય કાર્યવાહી કરી પગલાં લેવાની ઉગ્ર આંદોલનની ચીમકી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના 100 જેટલા ખેડૂતોએ તેમની જમીનોમાંથી પસાર થનારી હાઈ-ટેન્શન વીજળીની લાઇનો અને તેના વળતરના મુદ્દે સખત વિરોધ નોંધાવ્યો છે. જેને લઈને ભાવસોર પાટીયા નજીક આવેલી સરદાર પબ્લિક સ્કૂલ ખાતે ખેડૂતો ની બેઠક યોજાઈ હતી જેમાં 100 જેટલા ખેડૂતોએ સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેઓ જેટકો (GETCO) કંપની દ્વારા તેમની જમીનોમાં વાયરો પસાર કરવાના થઈ રહેલા પ્રયાસો સખ્ત વિરોધ કરવામાં આવશે અને આ અંગે ન્યાય મેળવવામાટે આવનારા દિવસોમાં કાયદાકીય પગલાં ભરવાથી પણ ખચકાશે નહી અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યુ હતુ કે હાલમાં ચાલી રહેલા ૪૦૦ કેવી (kV) ની વીજળીની લાઇનોના કામમાં જેટકો કંપની વ્યાપારિક હેતુસર તેમની જમીનોનો ઉપયોગ કરી રહી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે કંપની દ્વારા વીજળી કાયદાના નામે નોમિનલ વળતર આપીને તેમની જમીનો પર મોટા ટાવરો ઊભા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જ્યારે જમીન સંપાદનની કોઈ કાયદેસર પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. ખેડૂતોનું માનવું છે કે આ પ્રક્રિયા તેમની સાથે અનુચિત વર્તન દર્શાવે છે.આ બેઠકમાં હાજર ખેડૂતોએ ચેતવણી આપી હતી કે જો તેમની સંમતિ વગર કે યોગ્ય વળતર આપ્યા વગર કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે તો તેઓ ગાંધીજીના અહિંસક માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને તેનો સખ્ત વિરોધ નોંધાવશે આ ઉપરાંત, ખેડૂતોએ એવો પણ મુદ્દો ઉઠાવ્યો હતો કે વર્તમાન લાઇનનું મેપિંગ અને ટ્રેકિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી, જેના કારણે લાઇન વધુ લાંબી બની રહી છે અને તેમને અન્યાય સહન કરવો પડી રહ્યો છે.આ સમગ્ર મામલે જેટકો કંપનીના જવાબદાર અધિકારીને પૂછતાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ લાઇનો જાહેર હિત માટે નાખવામાં આવી રહી છે. તેમનો હેતુ બે સબ-સ્ટેશનોને પર્યાપ્ત વીજ પુરવઠો પૂરો પાડવાનો છે અને આ કામગીરી જાહેર ઉપયોગ માટે અનિવાર્ય છે. જોકે, ખેડૂતો આ દલીલથી સંતુષ્ટ નથી અને તેમનો દ્રઢ મત છે કે આ પ્રક્રિયામાં તેમની જમીનનો અયોગ્ય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ ન્યાય માટે કાયદાકીય લડત અને ઉગ્ર આંદોલનની ચીમકી આપીને કંપની સામેનો પોતાનો વિરોધ વધુ મજબૂત બનાવ્યો છે.