
વિજાપુર આઇ.સી.ડી.એસ હેલ્થ કચેરી ખાતે ગ્લોબલ આયોડિન ડે નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગ આરોગ્ય માટે જરૂરી – રાજ્યકક્ષાની અધિકારી મુસ્કાનબેન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ તા. 6 નવેમ્બર, 2025ના રોજ “ગ્લોબલ આયોડિન ડે”ની ઉજવણી આઈ.સી.ડી.એસ હેલ્થ કચેરી ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાની અધિકારી શ્રીમતી મુસ્કાનબેન તથા જિલ્લા કક્ષાની પ્રોગ્રામ અધિકારી શ્રીમતી મમતાબેન ઉપસ્થિત રહ્યા હતા.શ્રીમતી મુસ્કાનબેને ઉપસ્થિત આંગણવાડી બહેનોને તેમજ તાલુકા હેલ્થ કચેરી ખાતે આરોગ્ય સ્ટાફને આયોડિનની ઉણપથી થતા ગોઇટર જેવા રોગો અંગે વિસ્તૃત માહિતી આપી હતી .તેમણે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ દરરોજ 100 થી 150 માઇક્રોગ્રામ આયોડિન લેવું જોઈએ, જે મીઠામાંથી મળી રહે છે. સગર્ભા માતામાં આયોડિનની ઉણપ થવાથી બાળક કુપોષિત અને બુદ્ધિઆંકે નીચું થતું હોવાનું તેમણે જણાવ્યું હતુ તેમણે વધુમાં જણાવ્યું કે આયોડિન યુક્ત ખોરાક લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને માનસિક આરોગ્ય સારું રહે છે. આશા, આંગણવાડી કાર્યકર તથા મહિલા હેલ્થ વર્કરોને કોમ્યુનિટીમાં આયોડિન યુક્ત મીઠાના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાની સૂચના આપવામાં આવી હતી. તેમજ સેધા (ન આયોડીનવાળા) મીઠાનો ઉપયોગ ન કરવા માટે લોકોને સમજાવટ કરવાનો પણ ઉપદેશ આપવામાં આવ્યો હતો કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ મુકેશ ચૌહાણ તથા તાલુકા મહિલા સુપરવાઇઝર રેણુકાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સફળ અને સુવ્યવસ્થિત રીતે યોજાયો હતો.





