વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વડનગર
વડનગર અર્જુનબારી ખાતે હનુમાનદાદાના મંદિરે વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી
અર્જુનબારી દરવાજા સરકારી આયુર્વેદ દવાખાના સામે હનુમાનજી મંદિર ના પરિસરમાં વિદેશી દારૂની ખાલી બોટલો સાથે અન્ય દેશનું દારૂનું બિલ પણ સાથે જોવા મળ્યું, મંદિર જેવા ધાર્મિક સ્થળ ઉપર આવું કૃત્ય કરવું યોગ્ય છે ખરું ? વડનગરની પોલીસ શુ કરે છે ? એમને તો ડબ્બા ટ્રેડિગ કરતા લોકોને પકડવામાં રસ હોય તેવું જાણવા મળે છે લોક મુખે,
હનુમાનદાદાના મંદિરના પરિષદમાં આવા અનેક વાર અવનવા ખરાબ કૃત્યો થતા હોવાના પૂજારીએ કરેલા આક્ષેપો
સ્થાનિક લોકોમાં ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો
સ્થાનિક લોકોએ પોલીસની કામગીરી ઉપર ઉઠાવ્યા સવાલ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આઉટ કન્ટ્રીનો વિદેશી દારૂ વડનગરના હનુમાન દાદા ના મંદિરમાં આવ્યો ક્યાંથી ?
સ્થાનિક લોકો જ મંદિરમાં આવું કૃત્ય કરશે તો અન્ય લોકો તો શું ન કરે ધાર્મિક સ્થળો ઉપર જો વડનગર ને પર્યટન સ્થળ જાહેર કર્યું છે પણ આવા કૃત્ય કરતા લોકો બદનામ કરે છે , પોલીસ પણ સ્થાનિક અને જાહેર જગ્યાઓ ઉપર ધ્યાન દોરી કામગીરી કરે તે માટે ઉઠાવ્યા સવાલો વડનગરના પીઆઇ આવા કૃત્યો ઉપર ધ્યાન આપે તેવી લોકોની ઉઠી માંગ.