MEHSANAVADNAGAR

સામાજિક સમરસતા,શૈક્ષણિક ,રાજકીય, આર્થિક તથા રોજગારી માટે જાગૃતિ, અંધશ્રધ્ધા તથા કુરરિવાજો ને તિલાંજલી આપવા સમાજ માં જાગૃતિ લાવવા સમાજ દર્શન અભિયાન શરૂ કરવામાં આવ્યો..

દેવ દિવાળી ના પાવન પર્વ ના દિવસે સરણા ગામે સમાજ દર્શન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો

વાત્સલ્યમ સમાચાર, વડનગર બળવંતસિંહ ઠાકોર ,

દેવ દિવાળી ના પાવન પર્વ ના દિવસે સરણા ગામે
સમાજ દર્શન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો

આ પ્રસંગે અભિજિતસિંહ બારડ, ડૉ. વસંતસિંહ પરમાર અમરથોળ,અશોકસિંહ વાઘેલા વિસનગર ,અમરસિંહ વિસનગર,મુકેશજી ઠાકોર શિક્ષક શ્રી સિપોર તથા સમાજ ના અને સરણા ગામ ના વડિલ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન અભિજિત સિંહ બારડ નું ઘોડામાં બેસાડી સામૈયું કરવામાં આવ્યું હતું, અભિજિત બારડે સરણા ગામ ના પૌરાણિક મહાકાળી માતાજી, ઝાંપડા દાદા અને ચાંદાપીર ના દર્શન કરી સભા ને સંબોધિત કરી હતી. અને ગામડે ગામડે જઈ સમાજની વિવિક વેદનાઓની સમસ્યાઓ જાણી ને સમજી ને એ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે ખડે પગે રહેશે, અન્યાયો અપમાનો અને શોષણ વિરુદ્ધ લડત નું આહવાન કર્યું.
સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ ને હંમેશાં માટે એકતા થી જોડી ને રાખવો હોય અને સમાજ ની એકતા સમાજ નો વિશ્વાસ હંમેશાં ટકાવી રાખવો હોય તો સામાજિક, આર્થિક, શૈક્ષણિક વિકાસને આગળ ધપાવવો હોય તમામ ક્ષત્રિયોની કુળદેવીઓ એક મઢ માં બિરાજમાન થાય અને એ ધામ આખા ક્ષત્રિય ઠાકોર સમાજની આસ્થા વિશ્વાસ દોરીસંચાર શિક્ષણ અને વિકાસ નુ કેન્દ્રબિંદુ ભવાની ધામ ના નિર્માણ અર્થે આહવાન કર્યું અને સરણા ગામના ક્ષત્રિય વડીલો અને યુવા મિત્રો એ સાથ સહકાર થી એક માળા ના મણકાં થઈ રહેશું તેવા દિલાશો પણ આપ્યો હતો.
તે રીતે ગામડે ગામડે સમાજ દર્શન એકતા રથ સાથે સભા યોજી ક્ષત્રિય સમાજની ભોળી પ્રજાને જાગૃત કરવામાં આવશે તેવું ભવાનીધામના કાર્યકર્તાઓ જણાવી રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!