
વિજાપુર તાલુકામાં ૬ ઇંચ વરસાદ નોંધાયો નીચાણ વાળા વિસ્તારો મા પાણી ભરાયા 
વરસાદ ને કારણે રોડ ધોવાઈ જતા ગાબડાં પડ્યા
કુલ ૨૭ ઇંચ જેટલો વરસાદ નોંધાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં વરસાદ ની ઋતુમાં પ્રથમ વખત સતત વરસાદ વરસતા ૬ ઇંચ જેટલો ડિઝાસ્ટર ની દફતરે નોંધાવવા પામ્યો હતો. જેમાં કુલ વરસાદ ૨૭ ઇંચ જેટલો થયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી લોકો ગરમી અને બફારા નો સામનો કર્યા બાદ સવાર ના પાંચ વાગે થી વરસાદ શરૂ થતાં સવાર ના નવ વાગ્યા સુધી ૬ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો સતત વરસાદ ના કારણે રોડ ધોવાઈ જતા ગાબડાં પડ્યાં હતા. જ્યારે ગોવિંદપુરા જૂથ પંચાયત હદ વિસ્તાર માં આવેલ મહેશ્વર સોસાયટી આરવી બંગ્લોજ સહિત આસપાસની સોસાયટીઓ મા પાણી ભરાયા હતા. તેમજ શહેરના ચક્કર ખત્રીકૂવા મા પણ પાણી ભરાયુ હતુ શાક માર્કેટ જતા આવેલ ગરીબ નવાઝ સોસાયટીના ઘરો મા પાણી પેસી ગયું હતું. જેને લઇ લોકો વહેલી સવાર સફાળે જાગી ગયા હતા. બુધ્ધિ સાગર સોસાયટી ભીમરાવ નગર થી આનંદપુરા ચોકડી જવાના માર્ગ મા પાણી વધારે ભરાઇ જતા મોટર સાયકલ તેમજ કાર જેવા વાહનો રોડ ઉપર અટવાઈ પડ્યા હતા તો રસ્તો પણ બ્લોક કરવામાં આવ્યો હતો. નીચાણ વાળી સોસાયટી મા પાણી ભરાઈ જવાથી તંત્ર પણ સાબદુ બન્યું હતુ. જોકે રોડ ઉપર પડેલા ખાડા વાહન ચાલકો ને પાણી ના કારણે નહિ દેખાતા પટકાઈ જવાના પણ બનાવો બન્યા હતા.




