MEHSANAVIJAPUR

વિજાપુર રોટરી કલબ હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે રક્ત દાન કેમ્પ યોજાયો 375 જેટલો રક્ત ની બોટલો એકઠી કરી વડાપ્રધાન નો જન્મ દિવસ યાદગાર બનાવાયો

વિજાપુર રોટરી કલબ હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે રક્ત દાન કેમ્પ યોજાયો
375 જેટલો રક્ત ની બોટલો એકઠી કરી વડાપ્રધાન નો જન્મ દિવસ યાદગાર બનાવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 75 માં જન્મ દિવસ ની ઉજવણી નિમિત્તે વિજાપુર તાલુકા પ્રાથમિક શાળા શિક્ષક સંઘ જીલ્લા પ્રાથમિક શાળા શિક્ષક સંઘ આરોગ્ય કર્મચારીઓ એપીએમસી ભાજપ સંગઠન અને સમગ્ર વહીવટી તંત્ર અને વોલન્ટરી બ્લડ બેંક સયુંકત ઉપક્રમે રોટરી ક્લબ હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 75 માં જન્મ દિવસ ને લઈ 375 જેટલી બોટલ એકઠી કરવા માં આવી હતી. આ અંગે ધારાસભ્ય સીજે ચાવડાએ જણાવ્યું હતું કે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મ દિવસ ને તાલુકામાં યાદગાર બનાવવા માટે એકઠી કરાયેલ લોહીની બોટલો લશ્કર ના દવાખાને તેમજ સીવીલ હોસ્પિટલ ખાતે સરકારી દવાખાને સહિત જ્યાં જ્યાં લોહી ની જરૂરિયાત વાળા સ્થળો મોકલી આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ની ભવ્ય ઉજવણી કરવા માં આવી રહી છે. આ રક્ત દાન કેમ્પમાં ડેપો ના કર્મચારીઓ શિક્ષણ વિભાગ ના શિક્ષક મીત્રો આરોગ્ય કર્મીઓ સહિત કર્મચારીઓ ના મંડળો જોડાયા હતાં અને વડાપ્રધાન ના જન્મ દિવસ ને યાદગાર બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!