નેહરુ યુવા કેન્દ્ર મહેસાણા તથા ઓમ સર્વાંગી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
અંદાજિત 41 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું.

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર મહેસાણા તથા ઓમ સર્વાંગી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ,મહેસાણા દ્વારા આજરોજ સિદ્ધાર્થ વિદ્યાલય મહેસાણા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજસ્થાનથી પધારેલા ડોક્ટર સિદ્ધાર્થ વર્ધમાનજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા આ કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ રક્તદાન કેમ્પમાં અંદાજિત 41 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલમાંથી શ્રીમતી મનિષાબેન તથા ઓમ સર્વાંગી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીરજ મકવાણા તથા સુરેશભાઈ ગાંધી રાહુલભાઈ કુંતાર દીપકભાઈ એમ સોલંકી કૃણાલભાઈ ગાંધી તથા કિરણભાઈ પરમાર આર્મીમેન તેમજ હિંમતનગર સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા કાર્યક્રમને ખુબ જ સહયોગ આપી સફળ બનાવ્યો હતો.આ કાર્યક્રમમાં આસપાસના યુવાનોના સહયોગથી કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.






