MEHSANAVADNAGAR

વડનગર તાલુકા પંચાયતના હોલમાં ગુરુવારે પ્રમુખ ભારતીબેનના અધ્યક્ષ સ્થાને બજેટ બેઠક યોજાઈ.

બજેટમાં સૌથી વધુ ખર્ચ શિક્ષણ પાછળ રૂ.72.78 કરોડ ફાળવવામાં આવ્યા છે.

વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,વડનગર

મહેસાણા..
વડનગર તાલુકા પંચાયતના હોલમાં ગુરુવારે પ્રમુખ ભારતીબેનના અધ્યક્ષ સ્થાને બજેટ બેઠક યોજાઈ હતી.

વડનગર તાલુકા પંચાયતમાં ગુરુવારના રોજ બજેટ બેઠક હતી.જેમાં રૂ.8.43 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું.આ અનુસંધાને બજેટમાં શિક્ષણ પાછળ રૂ.72.78 કરોડ ફાળવવામાં આવ્યા.ત્યાર બાદ પશુપાલન ક્ષેત્રે 70 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

જે ચાલુ વર્ષ 2025-26 ની અંદાજીત રૂ.85.90 કરોડ તેમજ 8.39 કરોડની ઉઘડતી સિલક મળી કુલ આવક રૂ.94.29 કરોડની આવક સામે 85.86 કરોડનો ખર્ચે અંદાજવામાં આવ્યો હતો.ખર્ચ બાદ કરતાં 8.43 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતુ.આ બજેટમાં સૌથી વધુ ખર્ચ શિક્ષણ પાછળ રૂ.72.78 કરોડ ફાળવવામાં આવ્યા છે.તો આઈસીડીએસ પાછળ 1.50 કરોડ આ ઉપરાંત વહીવટી ખર્ચા પાછળ 5.28 કરોડ,પશુપાલન ક્ષેત્રે 70 લાખ
કુદરતી આફત પાછળ 8.50 લાખ ફાળવવામાં આવ્યાં છે.

આ બેઠકમાં TDO કેતનભાઈ પ્રજાપતિ,ઉપપ્રમુખ દિપ્તેનભાઈ જોશી,કારોબારી ચેરમેન અમતાબેન ઠાકોર,પૂર્વ પ્રમુખ પરેશભાઈ પટેલ સહિત સદસ્યો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.સરકાર દ્વારા જે શિક્ષણ પત્યે જે સરકારનો અભિગમ છે તે ખૂબ મહત્વનો જોવા મળે છે.કારણ કે શિક્ષણમાં સૌથી વધુ ચાલુ વર્ષની બજેટમાં જે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હોય તેવું જોવા મળે છે, તાલુકા પંચાયતમાં જે સરકાર દ્વારા ગ્રાન્ટ માટે જે બજેટની ફાળવણી કરવામાં આવી તે વડનગર તાલુકાના ગામડાઓના લોકોનું જીવન ઊંચું લાવવા માટે તેમજ પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હોય તેવું બજેટ દ્રારા જોવા મળે છે.

Back to top button
error: Content is protected !!