MEHSANAVIJAPUR

વિજાપુર સરકારી હોસ્પિટલમાં વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો ૬૯ લોકો એ સ્ક્રીનીંગ કેમ્પનો લાભ લીધો

વિજાપુર સરકારી હોસ્પિટલમાં વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો ૬૯ લોકો એ સ્ક્રીનીંગ કેમ્પનો લાભ લીધો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી વિજાપુર
વિજાપુર સરકારી હોસ્પિટલ ખાતે ભારતીય તેરાપંથ મહિલા મંડળ અને સરકારી હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન કુલ ૬૯ મહિલાઓનું સફળતાપૂર્વક સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
કેમ્પને સફળ બનાવવા માટે તેરાપંથ મહિલા મંડળના પ્રમુખ લતાબેન શાહ, મંત્રી લીલાબેન શાહ તેમજ તેરાપંથના અધ્યક્ષ મોહનલાલજી શાહના માર્ગદર્શન હેઠળ વિજાપુર અને માણસા તેરાપંથ મહિલા મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.આ પ્રસંગે વિજાપુર તાલુકાના ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ, શહેર ભાજપ પ્રમુખ અગનભાઈ બારોટ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ તથા RKS સભ્ય સંજયભાઈ પટેલ, હોસ્પિટલ અધિક્ષક ડો. ઇન્દ્રેશભાઈ પટેલ, તાલુકા સુપરવાઇઝર મુકેશ ચૌહાણ ઉપરાંત અશોકભાઈ શાહ, રાજુભાઈ શાહ, નિલેશભાઈ શાહ અને શાંતિલાલ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ મહિલાઓમાં કેન્સર અંગે જાગૃતિ લાવવાના આ પ્રકારના કાર્યક્રમોની પ્રશંસા કરી હતી તથા નિયમિત તપાસના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

Back to top button
error: Content is protected !!