BECHARAJIMEHSANA

મોઢેરા સૂર્યમંદિર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી

ધાર્મિક સ્થળો અને જાહેર જગ્યાઓની લોકોએ પોતાની જનભાગીદારી નોંધાવી

બેચરાજી ખાતે શક્તિપીઠ બહુચર માતાજીના મંદિરે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

સમગ્ર રાજ્યની સાથે મહેસાણા જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ સમગ્ર જિલ્લામાં જાહેર જગ્યાઓ ,ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જે પૈકી આજ રોજ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરની સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી.

ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ ની સાથે પ્રવાસન તરીકે પ્રસિદ્ધ અને લોકપ્રિય બનેલા મોઢેરા સૂર્યમંદિરમાં આજરોજ સ્થાનિકો અને સફાઈ કરમી ઓ દ્વારા સ્વચ્છતા કરવામાં આવી હતી.

બેચરાજી ખાતે શક્તિ તીર્થ બહુચર માતાજીના મંદિરે પણ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી સફાઈ કામદારોએ આવનાર નવરાત્રી પૂર્વ સમગ્ર મંદિર તેમજ ચોકની સંપૂર્ણ સફાઈ કરી હતી તેમજ મંદિર ટ્રસ્ટના અધિકારીઓ પણ આ માં સહભાગી બન્યા હતા.

સમગ્ર મહેસાણા જિલ્લામાં વિવિધ ધાર્મિક સ્થળો અને જાહેર જગ્યાઓની લોકોએ પોતાની જનભાગીદારી નોંધાવી હતી અને જાણે સ્વચ્છતા પ્રેમીઓએ આત્મસાત કર્યું હોય કે સ્વચ્છતા હી નારા હૈ સ્વચ્છ દેશ હમારા હૈ એમ જોવા મળ્યું હતું.

Back to top button
error: Content is protected !!