MEHSANAVIJAPUR

વિજાપુર વડાસણ ગામે આવેલ શેઠ ડી એન્ડ બી હાઇસ્કુલ ખાતે ડ્રોપ આઉટ દીકરીઓને શાળામાં પુનઃ પ્રવેશ અપાયો

વિજાપુર વડાસણ ગામે આવેલ શેઠ ડી એન્ડ બી હાઇસ્કુલ ખાતે ડ્રોપ આઉટ દીકરીઓને શાળામાં પુનઃ પ્રવેશ અપાયો
જીલ્લા કલેકટર જીલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર વડાસણ ગામે આવેલ શેઠ ડી એન્ડ બી હાઇસ્કુલ ખાતે ડ્રોપ આઉટ લીધેલ દીકરીઓને શાળામાં પુનઃ પ્રવેશ આપવા મા આવ્યો હતો. જેમાં ડ્રોપ આઉટ થયેલ ૧૨ જેટલી દીકરીઓને જીલ્લા કલેકટર એમ.નાગરાજન તેમજ જીલ્લા વિકાસ અધિકારી જાસ્મીન હસરત તેમજ તાલુકા વિકાસ અધિકારી સપના બેન રાજપુત તેમજ મામલતદાર ની ઉપસ્થિતિ મા મહીલા અને બાળ વિકાસ યોજના બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત શાળામાં પુનઃ પ્રવેશ આપવા મા આવ્યો હતો. શાળમાં પ્રવેશ આપતા ઉપસ્થિત જીલ્લા કલેકટરે દીકરોઓને શાળા માટે બેગ કિટો આપવા મા આવી હતી. જેને દીકરીઓના ચહેરા ઉપર ખુશી છલકાઈ હતી. જીલ્લા વિકાસ અધિકારી જાસ્મીન હસરતે તમામ દીકરી ઓને ભણવા મા મહેનત કરવા દીકરીઓને દરેક ક્ષેત્ર મા આગળ વધવા માર્ગ દર્શન આપ્યાં હતાં રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીના ઉપદેશ અનુસાર સ્વચ્છતા હિ સેવા અંતર્ગત શાળાના પટાંગણ મા સ્વચ્છતા પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ મા સ્વાગત પ્રવચન શાળાના પ્રિન્સીપાલ કનક સિંહ વિહોલ દ્વારા કરવામાં આવ્યું હતું ગ્રામજનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!