GUJARATKUTCHNAKHATRANA

સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણાના ઐતિહાસિક પરિણામ બદલ ટ્રસ્ટ દ્વારા વિધાર્થીઓ, આચાર્ય તેમજ શિક્ષકોનું સન્માન કરાયું.

SSC-HSC ના સતત બે વર્ષથી 100% પરિણામ તેમજ રચનાત્મક પ્રવૃત્તિઓની વિશેષ નોંધ લેવાઇ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા ,તા-૦૯ ઓગસ્ટ : ૭૦ ના દાયકાથી શિક્ષણને સમર્પિત સારસ્વતમ્ ટ્રસ્ટ- માંડવી દ્વારા કચ્છના અંતરિયાળ તેમજ દૂરવર્તી વિસ્તારોમાં ચાલતી ૨૦ હાઇસ્કૂલોના ધો. ૧૦ તેમજ ૧૨ના ૮૦ % ઉપર ગુણ મેળવનાર તેજસ્વી તારલાઓ, એસ.એસ.સી મુખ્ય વિષયમાં ૧૦૦% પરિણામ પ્રાપ્ત કરનાર શિક્ષકો તેમજ શાળાનુ ૧૦૦% પરિણામ લાવનાર આચાર્ય અને વિશિષ્ટ પ્રતિભાઓનું દર વર્ષે સન્માન કરવામાં આવે છે.માર્ચ-૨૦૨૫ની એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષાના ગૌરવસભર પરિણામો બાદ સારસ્વતમ્ સંસ્થા દ્વારા દર વર્ષની જેમ પરંપરાગત રીતે આ વર્ષે પણ “સરસ્વતી સન્માન સમારોહ”નું ભવ્ય આયોજન માંડવી મધ્યે કરવામા આવેલ હતુ.સરસ્વતી સન્માન સમારોહ તેમજ વિશેષ પ્રતિભાઓના સન્માનનો કાર્યક્રમ સારસ્વતમ્ ટ્રસ્ટના અધ્યક્ષા વિજયાલક્ષ્મીબેનની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો, જેમાં વર્ષ ૨૦૨૫માં સતત બીજા વર્ષે સારસ્વતમ્ ટ્રસ્ટ સંચાલિત પી.એ. હાઈસ્કૂલ, નિરોણાનુ એસ.એસ.સી અને એચ.એસ.સી. નુ ૧૦૦% ઐતિહાસિક પરિણામ આવેલ હતુ. ટ્રસ્ટ દ્વારા આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરીનું મોમેન્ટો, પુસ્તક અને શાલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય વિષયમાં ૧૦૦% પરિણામ લાવવા બદલ શાળાના અંગ્રેજી વિષયના શિક્ષક અલ્પેશભાઈ જાની, વિજ્ઞાનના આશાબેન પટેલ તેમજ ગણિતના કિશનભાઈ પટેલને મહાનુભાવો દ્વારા પુસ્તક, પુરસ્કાર તેમજ શાલ ઓઢાડી સન્માનિત કરવામા આવેલ હતા. શાળાની વિધાર્થીનીઓ ભાનુશાલી વંશી, દામા વંશીકા, આહીર દેવિતા, બતા વર્ષા, ગજરા ધારા તેમજ ગામોટ વિધિને એસ.એસ.સી. અને આહિર અલ્પા, સોઢા હસ્મિતાબા, સોઢા દુર્ગાબા તેમજ પઠાણ હાજીયાણીબાઈને એચ.એસ.સી. માં શ્રેષ્ઠ દેખાવ બદલ મોમેન્ટો અને સ્કૂલ બેગ આપી સન્માનિત કરવામાં આવેલ હતા. શાળાના નિવૃત શિક્ષક શ્રી બી. એન. પરમાર સાહેબને મોમેન્ટો તેમજ સાલ વડે સુખમય નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવેલ હતી.આ કાર્યક્રમમાં ટ્રસ્ટના માનદમંત્રી ડૉ વી. વિજય કુમાર, રાજુભાઇ દિપ્તી, ઇ.આઇ. વનિતાબેન મહિડા (શિક્ષણ સેવા વર્ગ-૨), એ.ઇ.આઇ. મેનાબેન મોઢા, નર્મદાબેન ઠક્કર (ખજાનચી), કવિ ગોરધન પટેલ(VRTI) પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહીર તેમજ અન્ય ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન વહીવટી અધિકારી મુલેશભાઈ દોશીએ કર્યું હતું. આભાર વિધી શિવજીભાઇ આહિરે કરેલ હતી.

Back to top button
error: Content is protected !!