MEHSANAVISNAGAR

ગુજરાતમાં ખાલી નામની જ દારુબંધી હોય તેવું લાગી રહ્યું છે. વિસનગર તાલુકા અને શહેર ઠેર-ઠેર ખુલ્લેઆમ દારુનું વેચાણ થતું હોવાનું જાણવા મળે છે.

શા માટે મોં બંધ રાખવા મીઠાઈ અને ગાંધીછાપ નોટો નો વ્યહેવટ કર્યો ?

વાત્સલ્યમ સમાચાર,વિસનગર

ગુજરાતમાં ખાલી નામની જ દારુબંધી હોય તેવું લાગી રહ્યું છે. વિસનગર તાલુકા અને શહેર ઠેર-ઠેર ખુલ્લેઆમ દારુનું વેચાણ થતું હોવાનું જાણવા મળે છે.

ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ વિદેશી અને દેશી દારૂ ક્યાંથી આવે છે ?

વિસનગર તાલુકા અને શહેરમાં ખુલ્લેઆમ જાણે કોઈનો ડર જ ન હોય તે રીતે દારૂનો વેપલો ચાલી રહ્યો છે શું આ વેપાર પાછળ કોનો હાથ હોઈ શકે ?

લોકો મુખે એવું પણ જાણવા મળે છે કે  દારૂના અડ્ડા ઉપર દર મહિને હપ્તા પણ બાંધેલા છે ત્યાં પોલીસ ખાતામાં જે વહીવટદાર નીમવામાં આવે છે તે દર માસે તેમના ઉપરી અધિકારીના ખિસ્સા ભરવા નીકળી પડે છે,
થોડા સમય પહેલા એટલે કે દિવાળી ટાણે એક પોલીસ કર્મી હપ્તા લેતા કેમેરા માં કેદ થયેલ પણ જોવા મળે છે ,ઘણા ખરા પોલીસ કર્મી તો વોટ્સપ કોલ થી કોલ કરીને હપ્તાની ઉઘરાણી પણ કરે છે અને એમ પણ કહે છે કે વેપાર ચાલુ રાખો અમે બેઠા છીએ વેપાર બંધ હોય તો ચાલુ કરો અને હપ્તો આપો,

શુ દારૂનો વેપાર જ આવા હપ્તાખોર પોલીસ કર્મીજ ચાલુ કરાવે છે આના પાછળ ક્યાં અધિકારીનો હાથ હોઈ શકે ?

શા માટે મોં બંધ રાખવા મીઠાઈ અને કુકાનો વ્યહેવટ કર્યો ?

દિવાળી ટાણે શા માટે વહિવટ કરવામાં આવ્યો ? કોને કોને મીઠાઈ અને કવર તાલુકા વહીવટદાર લક્ષમણ નામના કોસ્ટબલે કોના કહેવાથી આપ્યા ?  ઓનલાઈન ફોન પે થી પણ તેમના પર્શનલ એકાઉન્ટમાંથી પણ આપવામાં આવ્યા હતા.

શા માટે આપવામાં આવ્યા તે નામ જોગ ન્યૂઝના માધ્યમથી બહાર લવવામાં આવશે,

સરકાર એક બાજુ દારૂબંધી વિશે મોટી મોટી જાહેરાતો કરે છે અને તેમના જ નેજા હેઠળ અહીં વિસનાગર શહેર અને તાલુકા પોલીસ કર્મીઓ હપ્તા બાંધી દારૂનો વેપલો ચાલુ રખાવે છે તેવું દારૂના વેપારી પણ કબૂલે છે, હપ્તો આપો અને વેપાર ચાલુ રાખો

ગાંધીના ગુજરાતમાં આ બધું યોગ્ય નથી કે પછે ખાખી વર્ધિના ખિસ્સા ગરમ રહે તે માટે આ બધું ચલાવી રહ્યા શો ?

વિસનગર સીટી અને તાલુકાના ગામડાઓ માં  ઉમતા,ગોઠવા,કુવાસણા,ઘાઘરેટ,ભાલક,થલોટા,ઇયાસરા,જેવા અનેક ગામમાં વિદેશી દારૂની છૂટ કોને આપી ? અને શા માટે આપવામાં આવી ? કોના રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે વેપલો ?

દેશી દારૂમાં 1000 થી 1500 નો હપ્તો અને વિદેશી દારૂમાં તો મસ મોટા બંડલ લેવામાં આવે છે તેવું પણ વેપારીને પૂછતાં જાણવા મળે છે

સ્થાનિક પોલીસ કેમ આવા વેપલા ઉપર રેડ કરતી નથી અને ગુના દાખલ કરતી નથી ?

વિસનગર DYSP આ બાબત થી અજાણ છે કે શું ? કે પછે હબ્બો હબ્બો સૌની લાઇનમાં,

ટૂંક જ સમયમાં પર્દાફાશ કરીશું અડ્ડા ઉપરથી કોણ કેટલો હપ્તો આપે છે તે નામ જોગ જોવા માટે વાત્સલ્યમ સમાચાર વાંચતા રહો…

Back to top button
error: Content is protected !!