ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે રામનવમી નિમિત્તે નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢી ઉજવણી કરાઈ
રામનવમીનું પર્વ ઠેરઠેર પરંપરાગત ભકિ્તભાવ અને ઉત્સાહમય માહોલ વચ્ચે મનાવાયું હતું. ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકામાં પણ રામનવમીનું પર્વ પરંપરાગત ઉમંગથી ઉજવાયું હતું. તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી ખાતે રામનવમીના અવસરે નગરજનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડી.પી.શાહ હાઇસ્કુલ ચાર રસ્તા ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી,જે નગરના મુખ્ય માર્ગો પર થઇને પટેલ ફળિયા મંદિરે પહોંચીને સંપન્ન થઇ હતી. આ પ્રસંગે રામધુન આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોટીસંખ્યામાં ભક્ત સમુદાય જોડાયો હતો. શોભાયાત્રામાં રાજપારડી ગ્રામ પંચાયતના સદસ્ય નિલેશભાઇ સોલંકી,રાકેશભાઇ સોલંકી સહિત દત્તુભાઇ પંચાલ ,ધર્મેન્દ્રભાઇ,કિશોરભાઇ દોશી,ખગેશ પટેલ,દિલિપભાઇ મોદી,જીગર શાહ,રાકેશભાઇ શાહ,રાહુલભાઇ,મિતેશ મૈસુરીયા,હેમંતભાઇ,પંકજ પાદરીયા,મનોજ બારોટ, ભુપેન્દ્રસિંહ રાઠોડ તેમજ વીએચપી અગ્રણીઓ,વિશ્વ હિન્દુ પરિષદ જગડીયા તાલુકા ઉપાધ્યક્ષ કૃણાલ ભટ્ટ,કિરિ્તરાજસિંહ રાજ,વિશ્વ હિન્દુ પરિષદ સહમંત્રી વિશાલ મોદી સહિત અન્ય અગ્રણીઓ અને ગ્રામજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા સંપન્ન થયા બાદ પ્રસાદ લઇને સહુ છુટા પડ્યા હતા.
ઈરફાનખત્રી
રાજપારડી