
વિજાપુર માં ધીમીધારે વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં ધીમીધારે વરસાદ પડતાં લોકોએ ઠંડક નો એહસાસ કર્યો હતો. લાંબા વિરામ બાદ પડેલા ધીમીધારે વરસાદ ના કારણે કાદવ કીચડ અને ખાડાઓ માં પાણી ભરાયા હતા. જેના કારણે વાહનવ્યવહાર માં ઘણી મુશ્કેલીઓ નો લાકોએ વેઠવી પડી હતી.પાલિકા એ થોડા દિવસ પહેલા ચક્કર ખાત્રીકુવા વિસ્તારમાં રોડ ઉપર પડેલા ખાડા પૂર્યાં હતા. જે વરસાદ ના કારણે ધોવાઈ જતા ફરી ખાડા જોવા મળ્યા હતા.જેને પાલિકાની કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે.પડેલા ખાડા સત્વરે પુરવા શહેરીજનો માં માંગ ઉઠી હતી. રહીશો ના જણાવ્યા પ્રમાણે શહેરમાં ખત્રીકુવા,ચક્કર, મોમનવાડા કસાઈ વાડા ભ્રમાણી માતાના મંદિર થી કોર્ટ તરફ જવાના રોડ ઉપર શાકમાર્કેટ રોડ ઉપર ના ખાડાઓ વરસાદ ના કારણે ખુલી ગયા હતા.જયારે ટીબી વિસ્તારમાં મણિપુરા રોડ અંબર સોસાયટીની આસપાસ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.




