

કૂતરું મોઢા મા નવજાત શિશુ નુ શબ લઇને ફરતું ફરતું એક કોમ્પલેક્ષના ધાબા જતા લોકોને ખબર પડી
ગ્રામજનો એ પોલીસ ને જાણ કરતા બાળકના માથાના ભાગ વાળો મળેલ શબ સિવિલ હોસ્પીટલ ખાતે લવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના સરદારપુરા ગામે કચરા માંથી નવજાત બાળક નુ શબ કૂતરૂ મોઢા માં લઇને ચીડી ફાડેલ હાલત માં નવજાત શિશુ નુ શબ લઇને ફરતા ફરતા એક કોમ્પલેક્ષ ના ધાબા ઉપર ચડી જતા સુપર મોલ ની બાજુમાં દુકાન ધારકોએ તપાસ કરતા નવજાત બાળકનું શબ જણાઈ આવતા ગામ માં ભારે ચકચાર મચી જવા પામી હતી.આ બાબતે સુપર મોલ પાસે ફર્ટી લાઈઝર ની દુકાન ના ચાલકે ત્યજી દેનાર બાળકની અજાણી માતા સામે ફરીયાદ નોંધાવી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરદાર પુર ગામે ક્યાંક થી નવજાત બાળક નુ શબ ગત રાત્રિએ કૂતરું મોઢા માં નાખીને કોમ્પલેક્ષ તરફ ખેચી લાવતા અને તે શબ કોમ્પલેક્ષ ના ધાબા પર લઇને ચડી જતા બાળક નુ શબ અહી ક્યાં થી આવ્યુ કૂતરાઓ કયાંથી ખેચી લાવ્યા તેને લઈને દુકાનદારે આરોગ્ય વિભાગ તેમજ પોલીસને જાણ કરી અજાણી બાળકની માતા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે પોલીસે આ બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


