
વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,
મહેસાણા જીલ્લામાં ખોરાક નિયમન તંત્ર અને LCB ટિમ સાથે રાખી રેડ કરી જથ્થો સીઝ કરવામાં આવ્યો.
ખોરાક નિયમન તંત્રની ટીમ ગત રોજ રાત્રીના સમયે એલ.સી.બી વિભાગના કર્મચારીઓ સાથે રહી
સબ.ઇન્સ.એમ.બી.પઢીયાર તથા ASI ડાહયાભાઈ ગણેશભાઈ તથા ASI બીપીનચંદ્ર દશરથલાલ તથા ASI ઇજાજઅહેમદ જીયાઉદીન તથા હેડ.કોસ્ટે હેમેન્દ્રસિંહ કીર્તીસિંહ તથા હેડ.કોસ્ટે. વિજયસિંહ નટવરસિંહ તથા હેડ.કોસ્ટે.મુકેશકુમાર ખીમજીભાઈ તથા હેડ.કોસ્ટે. પ્રદીપકુમાર જયંતીભાઈ તથા હેડ.કોસ્ટે. ધીરજકુમાર રામજીભાઈ તથા હેડ.કોસ્ટે.લાલાજી પ્રધાનજી તથા પો.કોસ્ટે. અબ્દુલગફફાર સૈયદઅલી
ભાર્ગવકુમાર પ્રવિણભાઇ પટેલ ની ફેકટરી ગંગાપુર રોડ જુના રામપુરાની પાછળ અને પટેલ મહેશભાઈ નટવરલાલની ફેકટરી ગંગાપુર રોડ પર આવેલ ફેકટરીમાં
મજુરો રાખી ઊમા એન્ટરપ્રાઈઝ ફેક્ટરીમાં શંકાસ્પદ જીરૂ તથા શંકાસ્પદ વરીયાળી બનાવી વરિયાળીમાંથી જીરૂ બનાવેલ શંકાસ્પદ બેગો તેમજ ચોખ્ખી કરેલ વરીયાળી તેમજ પ્રોસેસ કરેલ વરીયાળી તેમજ વેસ્ટ વરીયાળી તથા વરીયાળીનુ ભુસુ તેમજ અલગ અલગ ઉપયોગમાં લેવાતા પાવડર તથા ગોળની રસી તથા કનતોનના ખાલી કોથળા મળી કુલ કિંમત રૂ.૮૧,૦૩,૨૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ મળી આવેલ. એફ.એસ.એલ અધિકારી તથા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ઓને સ્થળ ઉપર બોલાવી તેઓની હાજરીમાં મુદ્દામાલ ફેક્ટીરીના ગોડાઉનોમાં રાખી ગોડાઉ ને તથા ફેક્ટરી શીલ કરી બન્ને પેઢીમાંથી જીરૂ, વરીયાળીના
વિવિધ નમુનાઓ લઈ ધી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ.



