BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અમૃતસરથી કન્યાકુમારી સુધી વ્યશન મુક્ત ભારત અને પર્યાવરણ બચાવવા પગપાળા યાત્રાએ નીકળેલો યુવક ભરૂચ આવી પહોંચ્યો.

સમીર પટેલ, ભરૂચ

અમૃતસરના 21 વર્ષના યુવાન લવપ્રિત સિંઘ વ્યશન મુક્ત ભારત તથા પર્યાવરણ બચાવવાના પ્રયાસ માટે અમૃતસરથી કન્યાકુમારી પગપાળા યાત્રાએ નીકળ્યો છે. તે આશરે 4200 કિલો મીટર પદયાત્રા કરીને લોકોને વ્યશન મુક્તિ તથા વડ,પીપલ,લિમડો, નિલગિરી જેવા વૃક્ષોનું વાવેતર કરીને વાતાવરણમાં ઓક્સિજન આપતા વૃક્ષો રોપી પર્યાવરણને સાચવવાની પ્રેરણા પૂરી પાડવા પ્રયાસ કરનાર કરે છે. તે આ યાત્રા દરમ્યાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતાં ભરૂચના સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી.તેઓએ તેનું સ્વાગત કરીને આગળની યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઊપરાંત લવપ્રિત સિંઘ લેહ લદાખ, ખારદુગલા તથા નુબરાવેલી, ઉમલિંગલા પાસ જેવા વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ જેવા સૌથી કઠીન વિસ્તારમાં પણ પદયાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે.

Back to top button
error: Content is protected !!