GUJARATLUNAWADAMAHISAGAR

જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૫-૨૬ માંકિસાન માધ્યમિક વિદ્યાલયના બે પ્રોજેક્ટ પ્રથમ સ્થાને

જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૫-૨૬ માંકિસાન માધ્યમિક વિદ્યાલયના બે પ્રોજેક્ટ પ્રથમ સ્થાન

અમીન કોઠારી મહીસાગર

 

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – સંતરામપુર , જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી- તેમજ જિલ્લા શિક્ષણસમિતિ – મહીસાગર દ્વારા આયોજિત તેમજ શ્રી મુરલીધર વિધ્યાલય , નરસિંગપુર – સંતરામપુરના યજમાન પદે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તારીખ ૨૦,૨૧,૨૨ નવેમ્બર ૨૦૨૫ ના રોજ યોજાઈ ગયું .

કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રજૂ કરેલ પ્રોજેક્ટ નીચે મુજબના નંબરો પ્રાપ્ત કરેલ છે . વિભાગ-૪ માં પ્રોજેક્ટનું નામ “ ઓપરેશન સિંદૂર : પાવર્ડ બાય એ.આઈ “ પ્રોજેક્ટ બનાવનાર વિધ્યાર્થીઓ ૧. વિશ્વમ નિરવકુમાર ત્રિવેદી ૨. વૈદિક હિંમતભાઈ નકુમ જે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે . વિભાગ-૫ માં પ્રોજેક્ટનું નામ “મેન્ટલ હેલ્થ મેનેજમેંટ “ પ્રોજેક્ટ બનાવનાર વિધ્યાર્થીઓ ૧. મર્મ કિરીટકુમાર પટેલ ૨. મર્મ મેહુલભાઈ પટેલ જે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે . જ્યારે વિભાગ-૩ માં પ્રોજેક્ટનું નામ “ પ્રકૃતિ થી શક્તિ : વિકાસ નો નવો માર્ગ “ પ્રોજેક્ટ બનાવનાર વિધ્યાર્થીઓ ૧. માનસી પટેલ ૨. ધ્રુતી પટેલ જે તૃતિય નંબર પ્રાપ્ત કરેલ છે

વિભાગ- ૪,૫ માં પ્રથમ સ્થાન મેળવનાર પ્રોજેક્ટ હવે ઝોન કક્ષાએ કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડાનું પ્રતિનિધિત્વ કરશે.

બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં શાળાના ઉત્કૃષ્ટ દેખાવ બદલ શાળાના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવા શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી મૌલિક કે પટેલ ,શાળાના આચાર્ય શ્રી હિતેશકુમાર વાય પટેલ તેમજ સમગ્ર ઓ.કે.સી સંકુલ પરિવાર દ્વારા બાળ વૈજ્ઞાનિકો તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકશ્રીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Check Also
Close
Back to top button
error: Content is protected !!