મહેસાણામાં ભાજપ દ્વારા યુવા મોરચાના મંત્રીને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર ચર્ચાનું કારણ બન્યો.
ગૌરવ ચૌધરી માટે કેમ નિયમ બદલ્યો તે સવાલ ચર્ચાસ્પદ બન્યો.
ભાજપના બે હોદેદારોના દુષ્કર્મ આચરવામાં નામ ખુલતા તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા.
જે દુષ્કર્મ આચરવામાં આવ્યું તે કેસમાં ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં નામ ખુલતા યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરી અને ખાણ ખનીજમાં જી.પી.એસ ટ્રેકર લાગવાના કેસમાં બેચરાજી તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદ દરબાર નું નામ ખુલતા બંને હોદ્દેદારોને તમામ સભ્ય પદે થી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ચાણસ્મા તાલુકા પંથકમાં ઉચરપીર ગામના ભુવાએ દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી હતી જે ઘટનાનો આરોપી મહેસાણા જિલ્લા ભાજપ ના યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરી ના કાકા હોવાનું સામે આવ્યું હતું.અને ગૌરવ ચૌધરીએ દુષ્કર્મ કેસમાં તેના કાકાની મદદ કરી હોય તેવું જાણવા મળે છે,જેથી આ મામલે ભારતીય જનતા પાર્ટીની છબી ખરડાતાં ગૌરવ ચૌધરીને જ્યાં સુધી આ આરોપોમાંથી નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા.