DAHOD

દાહોદના સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપક દ્વારા નવી શિક્ષણ પ્રણાલી દ્વારા સફળ પ્રયોગ

તા.27.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદના સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપક દ્વારા નવી શિક્ષણ પ્રણાલી દ્વારા સફળ પ્રયોગ

રિસર્ચ માટેના અત્યંત ઉપયોગી ટૂલ મેન્ડેલી ઉપર ૩૫ થી વધુ ઑનલાઈન વેબિનાર થકી ૩૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન

દાહોદના સરકારી ઇજનેરી કોલેજના વિધુત વિભાગના પ્રતિભાશાળી અધ્યાપક પ્રો. ઈસ્હાક શેખ દ્વારા નવી શિક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને રિસર્ચ માટેના અત્યંત ઉપયોગી ટૂલ મેન્ડેલી ઉપર ૩૫ થી વધુ ઑનલાઈન વેબિનારનો યોજવાનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ટૂલ પર આટલા લેક્ચર આપનાર દેશના તેઓ પ્રથમ પ્રાધ્યાપક છે. પ્રો. ઈસ્હાક શેખ આ ટૂલ માટેના એડવાઈઝરની પદવી ધરાવે છે

આ નવી શિક્ષણ પ્રણાલી મુજબ સરકારી ઇજનેરી કોલેજના પ્રાધ્યાપક દ્વારા વર્ષના દરેક રવિવારે એક વેબિનારનું આયોજન કરવામાં આવતું હતું. આ વેબિનારમાં રાજ્યના દેશ અને વિદેશી રિસર્ચ કરતા વિદ્યાર્થીઓ જોડાતા હતા. આ પ્રયોગ ગત માર્ચ ૨૦૨૨ થી દરેક રવિવારે શરૂ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી ૩૫ થી વધારે વેબિનારનું આયોજન કરીને ૩૫૦૦ થી વધુ રિર્સચ કરતા પી.જી અને પી.એચ.ડી. ના વિદ્યાર્થીઓને નિ:શુલ્ક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

આ ટૂલ મેન્ડેલી દ્વારા રિસર્ચ પેપરને ઑનલાઈન કેવી રીતે સર્ચ કરવા, કેવી રીતે ઓનલાઈન સ્ટોર કરવા, રિસર્ચ પેપરને સાઇટેશન કેવી રીતે કરવું, રિસર્ચ પેપરને કેવી રીતે ગોઠવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવતું હતું. આ માર્ગદર્શન દ્વારા વિધાર્થીઓને રિસર્ચ પેપર સરળતાથી લખવામાં સફળતા મળી હતી. આ પ્રયોગ માટે રિસર્ચ માટેની સંસ્થાન એલ્સેવિયર નેધરલેન્ડ દ્વારા અભિનંદન આપવામાં આવ્યામાં છે

આ અગાઉ પણ પ્રો. ઈસ્હાક શેખ રિસર્ચ પેપર લખવામાં માટેના અત્યંત ઉપયોગી ટૂલ લેટેક્ષ ઉપર ૧૦૦ થી વધારે વર્કશોપ આપીને ૧૦૦૦૦ થી પણ વધારે વિધાર્થીઓને માર્ગદર્શન આપવાનો વિક્રમ ધરાવે છે. એમની આ સિદ્ધિ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પેડાગોજિકલ ઇનોવેશન એવોર્ડ આપવામાં આવ્યો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!