MEHSANAVIJAPUR

વિજાપુર પિલવાઇ ખાતે ખેલ મહાકુંભનો ધામધૂમભેર પ્રારંભ તાલુકાની પાંચ શાળાઓએ વિવિધ રમતોમાં લીધો ઉત્સાહભર્યો ભાગ

વિજાપુર પિલવાઇ ખાતે ખેલ મહાકુંભનો ધામધૂમભેર પ્રારંભ
તાલુકાની પાંચ શાળાઓએ વિવિધ રમતોમાં લીધો ઉત્સાહભર્યો ભાગ
વત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત રાજ્ય વ્યાયામ મંડળના અગ્રેસર આયોજન હેઠળ પિલવાઇ સ્થિત શેઠ જી.સી. હાઇસ્કૂલના પટાંગણમાં ખેલ મહાકુંભનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. તાલુકા વ્યાયામ મંડળના પ્રમુખ કનકસિંહ વિહોલ, મંત્રી નરેશભાઇ પટેલ, શાળાની આચાર્યા સુનિતાબેન તથા કૃણાલબેન ઠાકર સહિતના શિક્ષણજગતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું હતું.આ ખેલ મહાકુંભમાં તાલુકાની પાંચ જેટલી શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શરૂઆત કબડ્ડીની રમતો સાથે થઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વ્યાયામ મંડળના પ્રમુખ કનકસિંહ વિહોલે જણાવ્યું હતું કે, તાલુકા સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ટીમો જીલ્લા તેમજ રાજ્ય કક્ષાએ પોતાના કૌશલ્યનો પરચો ફેલાવી શકશે.શાળા પરિવારના સહયોગથી યોજાયેલ આ ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા માહોલમાં પૂર્ણ થયો હતો.

Back to top button
error: Content is protected !!