KUTCHMUNDRA

મુન્દ્રાના રતાડીયા ગામે ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી: ધાર્મિક કાર્યક્રમોથી ગામ ગુંજી ઉઠ્યુ

રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.

મુન્દ્રાના રતાડીયા ગામે ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી: ધાર્મિક કાર્યક્રમોથી ગામ ગુંજી ઉઠ્યુ

રતાડીયા (મુન્દ્રા), તા. 28: મુન્દ્રા તાલુકાના રતાડીયા (ગણેશવાળા) ગામે ગજાનંદ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા આઠ વર્ષથી ચાલી આવતી આ પરંપરા મુજબ, આ વર્ષે પણ ગણેશ નગરી ખાતે ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ણેશ મહોત્સવના ભાગરૂપે દરરોજ સત્સંગ, સત્યનારાયણ ભગવાનની કથા, આરતી, કીર્તન અને ધૂન જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત, રાત્રિના સમયે ભજન અને દાંડિયારાસ જેવા કાર્યક્રમો પણ યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર ભાગ લે છે. સમગ્ર ગામ ગણેશજીની ભક્તિ અને વંદનામાં લીન બન્યું છે.

(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)

 

Back to top button
error: Content is protected !!