
વિજાપુર તાલુકાના સોખડા ગામે આવેલ વૈજનાથ મહાદેવ ચોક ખાતે લોકડાયરો યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના સોખડા ગામે આવેલ વૈજનાથ મહાદેવ ચોક ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી સિદ્ધ ચંડી કલા ગૃપ, માણસા દ્વારા સોખડા લોકડાયરા નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે મહંતશ્રી જાગનાથ બાપુ, આદેશ આશ્રમ, ઘાટલોડિયા, અતિથિ વિશેષ તરીકે કમલેશભાઈ પારવાણી , ઉપ સચિવ, જમીન મોજણી વિભાગ, તથા સુધીરભાઈ પટેલ ( પૂર્વ સરપંચ) સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ડાયરા ના ગાયક કલાકાર પ્રવિણભાઈ બારોટ ( ટી.વી.કલાકાર) , સુરેખા બા દરબાર, કોકિલા બારોટ, કિશોર બારોટ અને સાજીંદાઓ લોકડાયરો મા ભજનો તેમજ ગીતો ની રમજટ બોલાવી હતી. ડાયરા ના કાર્યક્રમમાં ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી લાભ લીધો હતો.



