GUJARATJUNAGADH

કમોસમી વરસાદગ્રસ્ત જુનાગઢ જિલ્લાની મુલાકાતે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ: ખેતરોમાં જઈને ખેડૂતોને રૂબરૂ મળ્યા

કમોસમી વરસાદગ્રસ્ત જુનાગઢ જિલ્લાની મુલાકાતે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ: ખેતરોમાં જઈને ખેડૂતોને રૂબરૂ મળ્યા

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો.પ્રદ્યુમન વાજાએ વરસાદથી અસરગ્રસ્ત જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામની મુલાકાત લઈ કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો.વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ડો.પ્રદ્યુમન વાજાએ મેંદરડા તાલુકાના ખડપીપળી ગામે ખેડૂતના ખેતરમાં જઈને મગફળી સહિતના પાકોમાં કમોસમી વરસાદથી થયેલ નુકસાની નું નિરીક્ષણ કર્યું હતું.તેમજ ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી.વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ મુજબ આજ રોજ જુદા જુદા જિલ્લાઓમાં કમોસમી વરસાદથી થયેલ પાકને નુકસાનીનો તાગ મેળવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે, ગઈકાલે અને અગાઉ પણ મેંદરડા પંથકમા ભારે વરસાદના કારણે પાકમાં નુકસાન થયું છે. ખાસ કરીને મગફળીના પાકમાં વધુ નુકસાન થયું છે.જ્યારે અન્ય પાક માં અંશત નુકસાન થયું છે.તેમણે ખેડૂતોને ખાત્રી આપતા જણાવ્યું હતું કે કેબિનેટમાં આવતીકાલે પ્રાથમિક અહેવાલ આપીશું. તેમજ પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને દરેક પ્રકારે મદદ કરવાની ખાતરી આપી હતી.આ તકે મંત્રીશ્રીઓ ની સાથે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ સહિતના પદાધિકારીઓ – અધિકારીઓ જોડાયા હતા

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!