વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,ખેરાલુ
આજરોજ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના તારંગા ખાતે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે તીર્થંકર વનની મુલાકાત લઇ તારંગા તીર્થંકર વન સામેથી તારણ ધારણ માતાજીના મંદિર, ટીંબા સુધીના ટ્રેકિંગ રૂટનું ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ અદાણી ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કરવામાં આવેલ વાવેતરનું પણ નિરીક્ષણ કર્યું હતું.
મંત્રી એ તીર્થંકર વનમાં આવેલ રાશિવન, નવગ્રહવન અને નક્ષત્ર વનની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે તીર્થંકર વનમાં આવેલ વન કવચની પણ મુલાકાત લીધી હતી.
આ મંત્રી એ કેએક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ધરોઈ રેન્જ વિસ્તારના રંગપુર ગઢ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક સી.કે. સોનવણે, ગાંધીનગર વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક સુશ્રી રાજ સંદીપ, મહેસાણા ઇન્ચાર્જ નાયબ વન સંરક્ષક શકિરા બેગમ, ગાંધીનગર નાયબ વન સંરક્ષક ચંદ્રેશ સાનન્દ્રે, ખેરાલુ રેન્જ ફોરેસ્ટ ઓફિસર બળદેવભાઈ દેસાઈ અને ધરોઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સંદીપ ચૌધરી સહિત વન વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.