વિજાપુર ખણુસા ગામના ગેટ નજીક હાઇવે રોડ ઉપર બસે સેકન્ડરી શાળાની 11 કોમર્સ મા ભણતી બાળાને હડફેટે લીધી
બાળાને માથાના ભાગે ગંભીર ઈજાઓ સારવાર માટે હિમતનગર લઈ જવાઈ
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખણુસા ગામે ગેટ નજીક હાઇવે રોડ ઉપર સેકન્ડરી સ્કૂલ માંથી છૂટી સાયકલ લઈ ઘેર ની જવાના નજીક મા વિજાપુર થી સુરત તરફ જતી બસે હડફેટે લેતા સાયકલ દૂર ફંગોળાઈ હતી. જ્યારે બાળાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પોહચી હતી. બાળાને સ્થાનીક જનરલ હોસ્પીટલ મા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હિમતનગર સિવિલ ખાતે લઈ જવાઈ હતી. ખણુસા ગામના સુખારામ ગોસ્વામી ની દીકરી નિકિતા બેન ગોસ્વામી સેકન્ડરી સ્કુલ માથી છૂટીને ઘેરે જવા પોતાની બહેનપણીઓ સાયકલો લઈ નીકળી હતી ખણુસા ગામ તરફ ના ગેટ નજીક હાઇવે રોડ ઉપર વિજાપુર સુરત ના બસ ના ચાલકે હડફેટે લેતાં નિકિતાબેન ગોસ્વામી ના માથાના તેમજ હાથ ના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ગંભીર ઇજાના કારણે તેને હિમતનગર વધુ સારવાર માટે લઇ જવાઇ છે. જોકે અકસ્માત ની ઘટના ને લઈ હજુ કોઈ પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ નથી પરંતુ સ્થળ ઉપર પોલીસે પોહચી કાર્યવાહી હાથ ધરી છે.