ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજના જીતપુર (વણજારા) નિવાસમાં 73 વર્ષથી વસવાટ કરતા લોકોને વીજળી માટે જ્યોતિ ગ્રામ યોજનાના લાભ થી વંચિત

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજના જીતપુર (વણજારા) નિવાસમાં 73 વર્ષથી વસવાટ કરતા લોકોને વીજળી માટે જ્યોતિ ગ્રામ યોજનાના લાભ થી વંચિત

વીજળી અંતર્ગત જ્યોતિગ્રામ યોજનાથી વંચિત રહેલા લોકો ને જ્યોતિ ગ્રામ યોજના નો લાભ આપી ૨૪ કલાક ઘર વપરાસ વીજળી પૂરી પાડવા બાબતે સામાજીક એકતા જાગૃતિ મિશન ગુજરાત પ્રદેશ મહાસચિવ એડવોકેટ કિર્તીરાજ એમ. પંડ્યા કાર્યાલય સચિવ વિજય ડામોર દ્વારા અને વંચિત પરિવારો ની મહિલાઓ સાથે મળીને તારીખ: 27/6/2024 ના રોજ મેઘરજ તાલુકા ના જીતપુર ગામ વણજારા વાસ માં રહેતા લોકો ને જ્યોતિ ગ્રામ યોજના થી વંચિત હોઈ અને માત્ર ચાર થી પાંચ કલાક લાઈટ મળતું હતું તેથી સરકાર સરકાર  24 કલાક ઘરવપરાશ વાયદો નિષ્ફળ નીવડ્યો હોય તેવી રીતે તે અંગે મેઘરજ તાલુકાના ડેપ્યુટી એન્જીન્યર ને દિન 10 માં 24 કલાકનુ ઘર વપરાશનુ લાઈટ પૂરું કરવામાં આવે તેવું જણાવી અને જો માંગણી દિન 10 માં નહીં સંતોષાય તો અંતે 10દિવસ પછી આંદોલન માર્ગ અપનાવી શું તેવી રજુઆતો કરવામા આવી હતી

અરવલ્લી જીલ્લા ના મેઘરજ તાલુકા માં આવેલા છેવાડા ના અતિપછાત ગામ એવા જીતપુર ગામ માં (વણજારા )નિવાસ છે જે છેલ્લા ૭૩ કે તેથી વધુ વર્ષો થી વસવાટ કરે છે.પરતું જ્યારથી જ્યોતિ ગ્રામ યોજના નો લાભ આપવાનો સરકાર  દ્વરા નક્કી કરેલ છે ત્યાર થી ગામ ને આજદિન સુધી જ્યોતિ ગ્રામ યોજના નો લાભ મળેલ નથી.જે અંતર્ગત ૨૪ કલાક લાઈટ પૂરું પડવાની વાત થઇ રહી છે. ત્યાં ગામ જીતપુર માં વણજારા નિવાસ માં માત્ર ચારથી પાંચ કલાક નું લાઈટ સુવિધા મળે છે. તેથી વંચિત રહેલા લોકો ના પરિવાર માં નાના બાળકો અને વૃદ્ધ માણસો ને તથા મહિલા ઓને અંધકારમય જીવન જીવી રહ્યા છે. ગામ માં જ્યોતિ ગ્રામ નું લાઈટ ન હોવાથી બાળકો ને શિક્ષણમાં ડીજીટલ અને ઓનલાઈનમાં અગવડતા વધી રહી છે. આર્થીક અને સામાજિક મુશ્કેલીઓ વધી રહી છે.આગાઉ ગામના આગેવાન રાજેશભાઈ વણજારા દ્વરા અરજી કરવામાં આવી હતી.જેના પ્રતિઉતર માં ૨૪ કલાક ઘર વપરાસ આપવા માં આવેલ હતું. જેમાં હાલ ના સમયે બંધ કરવા માં આવેલ છે.જીતપુર (વણજારા )ના વંચિત ૨૫ પરિવારોનું જૂથ માં વસ્તી ધરાવે છેત્યારે સત્વરે આ યોજના અને ૨૪ કલાક ઘરવપરાસ લાઈટ પૂરું પાડવા યોગ્ય કાર્યવાહી કરવા માટે રજુઆત કરવામાં આવી હતી આ અંગે માંગણી દિન ૧૦ માં ૨૪ કલાક ઘરવપરાસ નું લાઈટ પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવા માં નહી આવે તો ગાંધીચિંધ્યા માર્ગે સુલેહ શાંતિ થી જન આંદોલન કરવા ચીમકી ઉચ્છરાઈ છે

Back to top button
error: Content is protected !!