MEHSANA

વિજાપુર ચેક રીટર્ન ના કેસ મા આરોપીનો નિર્દોષ છુટકારો

વિજાપુર ચેક રીટર્ન ના કેસ મા આરોપીનો નિર્દોષ છુટકારો
અડી ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્ર ડી એ પટેલ નો ચુકાદો
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રણસીપુર ગામના પટેલ ધાર્મીક રાજેશ ભાઈ એ પરિચીત મિત્રતા ના નાતે તેઓ એ બચત કરેલા રકમ માંથી રૂપિયા દશ લાખ રૂપિયા ધંધા અર્થે લાડોલ ગામના ના શ્યામ ઇન્ડસ્ટ્રીઝ ના માલીક પટેલ જયેશ ભાઈ લક્ષ્મણ ભાઈને ને ધંધા માટે કામ હોવાથી ત્રણ માસ માટે પરત કરવાની શરતે આપેલા જેના અવેજ મા જયેશ ભાઈ લક્ષ્મણ ભાઈ પટેલે ચેક આપેલો જે ચેક બેંક મા ભરતા અ પુરતા ભંડોળ ના શેરા સાથે પરત ફર્યો હતો. જે અંગે જયેશ ભાઈ પટેલ ને વકીલ મારફત નોટીસ આપેલ જે નોટીસ ખરા અને સાચા સરનામે થી પોસ્ટ દ્વારા આર પી એ ડી ની એન્કલોઝમેન્ટ પાવતી બજી ને પાછી ફરેલ નોટીસ બજેલ હોવા છતાં જયેશ ભાઈ પટેલે ચેક મા જણાવેલ રકમ ચૂકવી નથી જેને લઇ સામે ફરીયાદ નોંધાઈ હતી.જે અંતર્ગત નો કેસ એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ધર્મેન્દ્ર કુમાર અશોક ભાઈ પટેલ ની અદાલત મા ચાલી જતાં બંને પક્ષોના વકીલો ની દલીલો પુરાવા ઓ ધ્યાન મા લઈ સુનાવણી કરતા આરોપી જયેશ ભાઈ લક્ષ્મણ ભાઈ પટેલને ચેક રીટર્ન ના કેસ મા નિર્દોષ જાહેર કરી છોડી મૂકવા નો હુકમ કર્યો હતો. આરોપી તરફે કૃણાલ પી બારોટે હાજર રહી ધારદાર દલીલો કરી હતી. અને આરોપી ને નિર્દોષ છોડાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!