
રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા કન્યા શાળા ખાતે ૧૦૦ બાળકો ના એનીમિયા ની તપાસ કરાઇ ૯૬ બાળકો પોઝીટીવ રીપોર્ટ ચાર બાળકો નેગેટીવ આવ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર કન્યા શાળા ખાતે રોટરી ક્લબ દ્વારા શાળામાં ભણતા ૧૦૦ જેટલા બાળકો ના એનીમિયા ની તપાસ કરવા મા આવી હતી. જેમાં ૯૬ જેટલા બાળકો નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે ચાર બાળકો નો રીપોર્ટ નેગેટીવ આવ્યા હતો. જેને લઇ ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ ને પોઝીટીવ આવેલ બાળકોનો રીપોર્ટ મોકલી આપવા ની તજવીજ હાથ ધરવા મા આવી હતી.અને એનિમિયા મૂક્ત ભારત અભિયાન મા રોટરી ક્લબના સભ્યો એ પોતાનું યોગદાન આપ્યું હતુ.જેમાં રોટરી ક્લબના પ્રમુખ સંજય પટેલ, સેક્રેટરી પ્રિતેશ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન કનુભાઈ આચાર્ય, રોટરી ક્લબ ચેરમેન શામજીભાઈ ગોર, રોટેરિયન રમેશભાઈ પટેલ, એ. આર. પટેલ, જગદિશભાઈ પંચાલ, શાન્તિલાલ જૈન, ટેકનિશિયન રિપલબેન, અજય બારોટ, શાળા ના આચાર્ય કલ્પેશભાઈ પટેલ સહિત શિક્ષક શિક્ષિકા બેનો બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





