MORBI: મોરબી બાગાયત ખેડૂતોએ જરૂરી સાધનિક કાગળો નિયામક કચેરીએ રજૂ કરવા અનુરોધ

બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ ખેડૂતોએ જરૂરી સાધનિક કાગળો બાગાયત કચેરીએ રજૂ કરવા આવશ્યક
મોરબી સબંધિત બાગાયત ખેડૂતોએ ૩૧ જાન્યુઆરી સુધીમાં જરૂરી સાધનિક કાગળો રજૂ કરવા મોરબી નાયબ બાગાયત નિયામક અનુરોધ
ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ હોય તેવા અરજદાર ખેડુત મિત્રોએ જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીએ રજૂ કરવા આવશ્યક છે. જેથી અરજદાર ખેડુતોએ જરૂરી સાધનિક કાગળો રજૂ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડુતો સહાય યોજનાઓથી વંચિત રહી ન જાય તેવા હેતુથી ખરીદી કે વાવેતર કરી બીલો સહીતના અન્ય જરૂરી સાધનીક કાગળો સાથે અરજી તા.૩૧/૦૧/૨૦૨૫ સુધીમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ(ફોન નં:-૦૨૮૨૨- ૨૪૧૨૪૦), મોરબીના સરનામે અચુક રજૂ કરવા મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






