વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,ખેરાલુ
ઘર આંગણે જ સરકારી સેવા સહાયનો લાભ મળે તે માટે યોજાઈ રહેલા સેવા સેતુ કાર્યક્રમના 10 માં તબક્કામાં ખેરાલુ તાલુકાના વિઠોડા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંછા દ્વારા વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ આપવામાં આવી ડૉ. હેમેન્દ્ર ચૌધરી મેડિકલ ઓફિસર ચાડા ઉપસ્થિત રહી લાભાર્થીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા એનસીડી કાર્યક્રમ અંતર્ગત તમામનુ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું, આભા કાર્ડ જનરેટ કરવામાં આવ્યું , RMNCH+A ની સેવાઓ તથા ટીબી સ્ક્રિનિંગ પણ કરવામાં આવેલ , વેલનેસ પ્રવૃત્તિઓ આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંછા વિઠોડા પ્રાથમિક શાળામાં 10 મો સેવા સેતુ કાર્યક્રમ રાખેલ જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંછા ના મેડિકલ ઓફિસર ડૉ મયંક પટેલ આયુષ મેડિકલ ઓફિસર ડૉ જસ્મીન મોદી તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર ડી કે પટેલ તેમજ તમામ સ્ટાફ હાજર રહી NCD કામગીરી આયુષ્માન ભારત ,PMJY કાર્ડની કામગીરી તેમજ સરકારશ્રીના વિવિધ આરોગ્ય લક્ષી પ્રોગ્રામની I E C એક્ટિવિટી કરવામાં આવેલ તેમજ આરોગ્યને લગતી તમામ કામગીરી કરવામાં આવેલ.
સેવા સેતુ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.હસરત જૈસ્મીન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને ડૉ. જી. બી.ગઢવી (ADHO મહેસાણા )ના માર્ગદર્શન હેઠળ તાલુકા લાઈઝન ઓફિસર ડૉ. વિનોદભાઈ પટેલ (EMO મહેસાણા ) અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. અલ્કેશ શાહ ના સઘન દેખરેખ હેઠળ ડી. કે. પટેલ THS , મામલતદાર શ્રી ,તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાટીયા ની ઉપસ્થિતિમા
યોજાયો હતો.