દિવ્યાંગ ફ્રેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા સાતમાં ભવ્ય દિવ્યાંગ રાસ ગરબા યોજાયા
ગુજરાત બહારના દિવ્યાંગ ખેલૈયાઓ એ ભાગ લીધો હતો
દિવ્યાંગ ફ્રેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા સાતમાં ભવ્ય દિવ્યાંગ રાસ ગરબા યોજાયા
દિવ્યાંગ ફ્રેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મહેસાણા દિવ્યાંગ બાળકોના ઉત્થાન માટે અને ગરીબોની સેવા માટે કામ કરતી સંસ્થા છે આ સંસ્થા દ્વારા દિવ્યાંગો પણ રાસ ગરબા રમી સમાજમાં એક રૂપ થઈ શકે અને તે પણ માં જગતજનની આરાધના કરી શકે તે માટે તારીખ 27-9-24 ના રોજ સાર્વજનિક સ્કૂલમાં કમળાબા હોલ ખાતે ભવ્ય દિવ્યાંગ રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે પરમ પૂજ્ય રાજ રાજેશ્વર યોગીરાજ રૂખડનાથજી બાપુ ઉપસ્થિત રહીને દિવ્યાંગોને આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં ગુજરાત અને ગુજરાત બહારના દિવ્યાંગ ખેલૈયાઓ ઉલ્લાસ પૂર્વક ભાગ લીધો હતો દિવ્યાંગ ફ્રેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા ખેલૈયાઓ માટે ફ્રી એન્ટ્રી ફ્રી જમણવાર અને ભવ્ય ઇનામો પણ રાખવામાં આવ્યા હતા સંસ્થાના હોદ્દેદારો જીતેન્દ્ર ચૌધરી રામજી ચૌધરી પ્રકાશ ચૌધરી ગોવિંદ ચૌધરી સંગીતાબેન જોશી સોનલબેન પંડ્યા કાંતિભાઈ પટેલ ભરતભાઈ સોલંકી કાજલબેન ભટ્ટ રીપલબેન મહેતા લાલજીભાઈ રબારીએ દાતાશ્રીઓ અને દિવ્યાંગોનો આભાર વ્યક્ત કર્યો હતો