MEHSANAVIJAPUR

વિજાપુર સરદારપુર ખાતે શાહ કે.પી.એસ. સી.એસ. પ્રાથમિક વિભાગનો વાર્ષિક રમોત્સવ ઉત્સાહભેર સંપન્ન

વિજાપુર સરદારપુર ખાતે શાહ કે.પી.એસ. સી.એસ. પ્રાથમિક વિભાગનો વાર્ષિક રમોત્સવ ઉત્સાહભેર સંપન્ન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સરદારપુર ખાતે શ્રી સર્વોદય કેળવણી મંડળ સંચાલિત શાહ કે.પી.એસ. સી.એસ. પ્રાથમિક વિભાગ, સરદારપુર ખાતે બે દિવસીય વાર્ષિક રમોત્સવ ઉત્સાહ અને આનંદભર્યા માહોલમાં ઉજવાયો હતો. બાળકોના શારીરિક સ્વાસ્થ્ય સાથે સાથે માનસિક વિકાસ માટે રમતોનું મહત્વ સમજાવતા આ રમોત્સવે શાળા પરિસરમાં ઉત્સવસમાન વાતાવરણ સર્જ્યું હતું.
રમોત્સવ દરમિયાન લીંબુ-ચમચી, સંગીત ખુરશી, ફુગ્ગા ફોડ, ગીલી ડંડા, રસા ખેંચ સહિત કુલ 24 જેટલી વિવિધ રમતો યોજાઈ હતી. તમામ રમતોમાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. રમતગમતથી બાળકોમાં શિસ્ત, સહનશક્તિ, ટીમવર્ક અને આત્મવિશ્વાસ જેવા ગુણો વિકસે છે, જે તેમની શૈક્ષણિક પ્રગતિ માટે પણ અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
સ્પર્ધાત્મક રમતોમાં સુભાષ ગ્રુપ અને સરદાર ગ્રુપે શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ભગતસિંહ ગ્રુપ દ્વિતીય સ્થાને રહ્યું હતું. રમોત્સવના અંતે વિવિધ રમતોમાં વિજેતા રહેલા તેમજ ભાગ લેનારા તમામ બાળકોને ઉત્સાહવર્ધનરૂપે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બે દિવસ ચાલેલા આ કાર્યક્રમ દરમિયાન વાલીઓની પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાઈ હતી. વાલીઓએ બાળકોને હર્ષભેર પ્રોત્સાહન આપી તેમનો આત્મવિશ્વાસ વધાર્યો હતો.
આચાર્ય સંગીતાબેન અને હરિભાઈના માર્ગદર્શન હેઠળ શાળાના તમામ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગીદારી નોંધાવી હતી અને રમોત્સવને સફળ બનાવવા માટે અથાગ પરિશ્રમ કર્યો હતો. કાર્યક્રમના અંતે વિજેતા ગ્રુપ, વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!